Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની રાજ્યો સાથે બેઠક, લેવાયો આ નિર્ણય

દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ કોવિડ-19ના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રાજ્યો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી. ટેસ્ટિંગ...
કોરોનાની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની રાજ્યો સાથે બેઠક  લેવાયો આ નિર્ણય
દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મનસુખ માંડવિયાએ કોવિડ-19ના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રાજ્યો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિની સમીક્ષા કરી હતી.
ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ
બેઠક દરમિયાન ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોએ સહકારની ભાવનાથી કામ કરવાની જરૂર છે. જે અગાઉ પણ આપણે કર્યું હતું. જો કે આ બેઠકમાંથી એક ખાસ વાત બહાર આવી છે કે માસ્ક હજુ સુધી ફરજિયાત બનાવવામાં આવ્યા નથી અને રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-ટીકાકરણ
તેમણે જણાવ્યું કે, કોરોનાને અનુરૂપ વ્યવહાર માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-ટીકાકરણ અને પાલનની પાંચગણા કોરોના વ્યવસ્થાપન માટે નીતિ બનેલી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓને 8 અને 9 એપ્રીલના રોજ જિલ્લા વહીવટીતંત્ર અને જન સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમિક્ષાનો અનુરોધ કર્યો.
Health Minister Mansukh Mandaviya Chaired A Meeting To Review Covid 19 Situation In India
મોક ડ્રીલનું આયોજન
આ બેઠકમાં રાજ્યોને 10 અને 11 એપ્રીલના દરેક સ્વાસ્થ્ય કેન્દ્રો પર મોકડ્રીલ કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર તરફથી રાજ્યોના આરોગ્ય મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે, આ મોક ડ્રીલને રિવ્યૂ કરવા માટે તેઓ પોતે હોસ્પિટલોની મુલાકાત કરે. સાથે જ રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એલર્ટ રહે અને કોરોના વ્યવસ્થાપન માટે તૈયારીઓ રાખે.
સતર્ક રહેવાની જરૂર
આ સિવાય રાજ્યોને ઈમર્જન્સી હોટ્સપોટની ઓળખ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની ટેસ્ટિંગ અને વેક્સિનેશનને વધારનામાં આવે અને હોસ્પિટલના માળખાની તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આપણે સતર્ક રહેવાનું છે અને અનાવશ્યક ભય ફેલાવવાની જરૂર નથી.
Health Minister Mansukh Mandaviya Chaired A Meeting To Review Covid 19 Situation In India
રાજ્યની સ્થિતિ
રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ બેઠકમા થયેલ સમીક્ષામાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને આગામી આયોજન સંદર્ભે જણાવ્યું હતુ કે, ગુજરાત પ્રતિ મિલિયન કોરોના ટેસ્ટિંગ માં સમગ્ર દેશમાં અગ્રેસર છે. હાલ રાજ્યમાં પ્રતિદિન 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરોના સંક્રમિત દર્દીઓના જીનોમ સિક્વન્સીંગ પણ કરાઇ રહ્યા છે.
  • રાજ્યની તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં 10 અને 11 એપ્રિલે મોક ડ્રીલ યોજવામાં આવનાર છે. જેમાં હોસ્પિટલ્સમા ઓક્સિજન, વેન્ટિલેટર, દવાના જથ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે તેમ પણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
  • આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું.
  • ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું ,ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને અનુરોધ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.a
Advertisement
Tags :
Advertisement

.