સોશિયલ મીડિયા એપ 'X' માં Elon Musk લાવી રહ્યા છે આ ફીચર! Google અને Apple ની વધી શકે છે મુશ્કેલી
ઉદ્યોગપતિ એલોન મસ્કે (Elon Musk) તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2024 સુધી સોશિયલ મીડિયા એપ 'X' માં ઘણા ફેરફાર કરવાના છે. તેઓ 'X' એપ્લિકેશનને ટ્રાન્સફોર્મ કરવાનું વિચારી રહ્યા છે. તેઓ આ એપને 'Everything App' બનાવવા પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે એલોન મસ્કે આ એપને ટેકઓવર કરી હતી ત્યારે તે માઇક્રોબ્લોગિંગ તરીકે ઓળખાતી હતી. મસ્કે જણાવ્યું કે, તેઓ ક્રિપ્ટોકરન્સીમાં પણ એપને સામેલ કરવાની યોજના બનાવી રહ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર, એલોન મસ્કે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પેમેન્ટ ઓપ્શનને 'X' માં સામેલ કરવા માટે લાઇસન્સની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ ફીચર માટે 2024 મધ્ય સુધી રાહ જોવી પડશે. જો કે, અત્યાર સુધી તેમણે આ પ્લાન અંગે વિસ્તૃત માહિતી આપી નથી. એલોન મસ્કની આ જાહેરાત પછીથી ક્રિપ્ટો સેક્ટરમાં એકવાર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે Rhode Island, Michigan, Missouri અને New Hampshire માં કંપનીને કરેન્સી ટ્રાંસમિટરનું લાઇસેન્સ મળી ગયું છે.
ગૂગલ અને એપ્પલને લાગી શકે છે ફટકો
અહેવાલ અનુસાર, વર્ષ 2022 માં, મસ્કની કંપનીએ લોકોને DOGE માં ચૂકવણી કરવાનું કહ્યું હતું. આ પછી ક્રિપ્ટોકરન્સી DOGE એ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એપ્રિલમાં, એવું બહાર આવ્યું હતું કે મસ્કે તેની મનપસંદ ક્રિપ્ટોકરન્સી Dogecoin નો ઉપયોગ ચુકવણી વિકલ્પ તરીકે કર્યો હતો. ખાસ કરીને એવા યુઝર્સ કે જેઓ Twitter બ્લુ સર્વિસનો ઉપયોગ કરવા માગે છે. જ્યારે, મસ્કે હજુ સુધી ક્રિપ્ટો (Crypto) અંગે કંઈપણ સ્પષ્ટ કહ્યું નથી કે તે તેને ચુકવણી તરીકે સ્વીકારશે કે નહીં. જો આવું થાય છે તો ગૂગલ (Google) અને એપ્પલ (Apple) માટે તે મોટો ફટકો હોઈ શકે છે. કારણ કે Apple Pay નો ઉપયોગ મોટાભાગે અમેરિકા (America) અને કેનેડામાં (Canada) થઈ શકે છે. પરંતુ, હવે મસ્ક પોતે આ માર્કેટમાં પ્રવેશવા જઈ રહી છે.
આ પણ વાંચો - Elon Musk: Elon Musk ની Starlink એવું તો શું લાવી રહી છે, જેથી Jio-Airtel નું ટેન્શન વધ્યું