Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Iskcon bridge Accident Case : તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર

ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અહીં બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે તથ્ય પટેલના સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી રિમાન્ડ મંજુર કર્યાં છે. બીજી...
08:51 PM Jul 21, 2023 IST | Vishal Dave

ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અહીં બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે તથ્ય પટેલના સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી રિમાન્ડ મંજુર કર્યાં છે. બીજી તરફ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપી તથ્ય પટેલના 5 દિવસના રીમાન્ડની માગ કરી હતી.

શું હતી પબ્લિક પ્રોસિક્યુટરની દલીલ

પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની તપાસની પણ જરૂર હોવાનું તેમણે કહ્યું. સાથે જ આરોપીના મોબાઈલ ફોનની તપાસ પણ જરૂરી હોવાની દલીલ કરાઇ હતી. એવી દલીલ પણ કરાઇ હતી કે આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સાથે જ આરોપી કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો તેની તપાસ પણ જરૂર હોવાનું કહેવાયું હતું.

આરોપીના વકિલની દલીલ

આરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે આરોપીને માર માર્યો તેનો વિડિયો છે પણ માર મારવા સામે કોઈ ફરિયાદ નહી. અનેક રજૂઆત કરી પણ ફરિયાદ ન લેવાઇ. કોર્ટ ને વિનંતી કે અમારી ફરિયાદ પણ લેવામાં આવે પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યો કે ગાળો બોલી પરંતુ તેવો એક પણ વીડિયો નથી , અને ગાળો બોલવા સામે કોઇ કલમ નથી, આરોપી તથ્યના વકીલે દલીલ કરી કે આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું છે.

આરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે 19 વર્ષનો છોકરો સીમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થયું. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટના સ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. મરનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આરોપીના માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટના સ્થળે ગયા.આરોપીના વકીલે એવી પણ દલીલ કરી કે રાત્રે 12.30 બનાવ બને છે. ત્યાં એક એક્સિડેન્ટ પહેલાથી હતો પરંતુ પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ મૂક્યા ન હતા. તેમણે કહ્યું કે આ કાવતરુ કે મર્ડર નથી. કારમાં જે-જે હતા તે લોકો તો સામેથી હાજર થયા છે.

આરોપી તથ્યના વકીલે દલીલ કરી હતી કે, આરોપીને આખા રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી તે ન કહી શકે. આરોપી કહે કે 20ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે? આ માટે FSLની ટીમ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં ડેમોસ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ? મોબાઈલ ફોન પોલીસ પાસે છે. કોને કોને ફોન કર્યા તે જોઈ લો. રિમાન્ડના મુદ્દા માટે આરોપીની જરૂર નહીં. જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે. કંપની પાસે માહિતી મંગાતા તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં હોય જ. આરોપી યુટ્યુબર અને કમ્પોસર તેમજ સિંગર છે. તથ્યના વકીલે દલીલ કરી કે અકસ્માત કરે તેના બંધારણીય હક રદ્દ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા નથી ભાગ્યા. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા છૂપાવ્યો નથી. CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદ્દામાં આરોપીની ઉપસ્થિતિની જરૂર નહીં.

આ પણ વાંચો : 10-10 લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલને બચાવવા તેના વકીલે આ દલીલો કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
10 peopleargumentscourtDeathforgotHumanityIskconiskcon bridge accidentlawyerremandResponsibleTathya Patel
Next Article