Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આત્મહત્યા કરવા જતી યુવતીને દેવદૂત બની યુવકે હેમખેમ રીતે બચાવી, જુઓ વીડિયો

Suicide Viral Video: હાલના જમાનામાં યુવાનોમાં Suicide કરવાના કિસ્સોમાં વધારો થવા લાગ્યો છે. જેનું મુખ્ય કારણે એ છે કે, આ આધુનિક જમાનામાં સામાજિક, પારિવારિક, માનસિક કે પછી આર્થિક રીતે કરતા સંઘર્ષના સમયે જે પડકારો આવે છે, તેને તેઓ સંયમ સાથે...
આત્મહત્યા કરવા જતી યુવતીને દેવદૂત બની યુવકે હેમખેમ રીતે બચાવી  જુઓ વીડિયો

Suicide Viral Video: હાલના જમાનામાં યુવાનોમાં Suicide કરવાના કિસ્સોમાં વધારો થવા લાગ્યો છે. જેનું મુખ્ય કારણે એ છે કે, આ આધુનિક જમાનામાં સામાજિક, પારિવારિક, માનસિક કે પછી આર્થિક રીતે કરતા સંઘર્ષના સમયે જે પડકારો આવે છે, તેને તેઓ સંયમ સાથે નીડરતાથી પાર કરવામાં અસક્ષમ સાબિત થાય છે. ત્યારે યુવાનો Suicide કરવાના નિર્ણયો લેતા જોવા મળે છે. તેના કારણે અનેક માતા-પિતાઓના માત્ર તસવીરો પૂરતા રહી જાય છે.

Advertisement

  • યુવતીનો ચોથા માળે આવેલી બાલકનીમાંથી કૂદવાનો પ્રયાસ

  • એક વ્યક્તિ દેવદૂત બનીને યુવતીને Suicide કરતા બચાવી

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને પોસ્ટ કર્યો

ત્યારે આજરોજ Ahmedabad માં આવેલી એક સોસાયટીમાં એક યુવતીએ Suicide કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ સોસાયટી વટવા વિસ્તારમાં આવેલી છે. તો યુવતીએ Building ના ચોથા માળેથી કુદીને પોતાનું જીવન સંકેલી લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જ્યારે તેણી Suicide કરવા માટે Building ના ચોથા માળે આવેલી બાલકનીમાંથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે Building ની પાસે હાજર વ્યક્તિઓ તેને બચાવવા માટે આગળ આવી ગયા હતાં.

એક વ્યક્તિ દેવદૂત બનીને યુવતીને Suicide કરતા બચાવી

Advertisement

જોકે આ ઘટનાની ગંભીરતાને સમજીને એક વ્યક્તિએ તાત્કાલિક ધોરણે પોલીસ અને Fire Brigade ને પણ જાણ કરી હતી. તો Building ની નીચે ઉભેલા વ્યક્તિ યુવતીને સમજાવી રહ્યા હતાં કે, તે બાલકનીમાંથી પાછી અંદર ઘરમાં જતી રહે. પરંતુ તેણી કોઈની વાત સાંભળતી ન હતી. અને લોકોને Building થી દૂર જતા રહેવાનું કહેતી હતી. પરંતુ ત્યારે પાછળથી એક વ્યક્તિ દેવદૂત બનીને યુવતીને Suicide કરતા બચાવી લે છે. તો આ યુવકે દોરી વડે પાછળથી આવીને યુવતીને બાથમાં લઈને ઘરની અંદર જતો રહે છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને પોસ્ટ કર્યો

તે ઉપરાંત આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે યુવતીને પાછળથી આવીને એક વ્યક્તિ આત્મહત્ય કરતા બચાવી લે છે. તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને પોસ્ટ કરીને Ahmedabad પોલીસ અને Fire Brigade ની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. જોકે હજુ સુધી એ સામે આવ્યું નથી કે, આ યુવતી શા માટે Suicide નું પગલું ભર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: SABARKANTHA : લગ્નમાં નાચવાને લઇ થયેલી બબાલમાં 17 સામે ફરીયાદ

Tags :
Advertisement

.