Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇ તાલુકાના બહેરામપુરા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાનનો સફળ કાર્યક્રમ, ધારાસભ્ય સહિતના લોકો સફાઇ કાર્યમાં જોડાયા

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ  બીજી ઓક્ટોબર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છતા અભિયાન નું આહવાન કરતા પહેલી ઓક્ટોબરના રોજથી સ્વચ્છતા હી સેવા’’ અભિયાનની શરૂઆત થઇ ગઇ.. જે અંતર્ગત “એક તારીખ,એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ...
ડભોઇ તાલુકાના બહેરામપુરા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાનનો સફળ કાર્યક્રમ  ધારાસભ્ય સહિતના લોકો સફાઇ કાર્યમાં જોડાયા

અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ 

Advertisement

બીજી ઓક્ટોબર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છતા અભિયાન નું આહવાન કરતા પહેલી ઓક્ટોબરના રોજથી સ્વચ્છતા હી સેવા’’ અભિયાનની શરૂઆત થઇ ગઇ.. જે અંતર્ગત “એક તારીખ,એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ ડભોઇ તાલુકાના 118 ગામ પૈકી બેહરામપુરા ગામે ધારાસભ્ય, તેમજ તમામ વિભાગના અધિકારીઓ, વિવિધ સંસ્થાના સેવકો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામજનો, આશા વર્કરો સફાઈ ઝુંબેશ અભિયાન કાર્યક્રમા જોડાયા હતા.

Advertisement

બહેરામપુરા ગામેથી સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત ડભોઇ તાલુકાના 118 ગામો પૈકિ બહેરામપુરા ગામની સફાઈ અભિયાન માટે પસંદગી કરવામાં આવી હતી કેમકે છેલ્લા 70 વર્ષથી અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી અને ગામ સમરસ થાય છે. ગામ પંચાયત ખાતે જાહેર સ્થળોની સાફ-સફાઈ કરવાના શ્રમદાન અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે,૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગ્યે “સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અન્વયે ડભોઇ તાલુકાના બહેરામપુરા ગામેથી સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તમામ ગામ વિસ્તારોને લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાનનું આયોજન તાલુકાના જનપ્રતિનિધિઓ સાથે અને ગ્રામ પંચાયત સહિત જનભાગીદારી થકી આ એક ઝુંબેશરૂપે કાયમ માટે સફાઈની કામગીરી કરવા માટે આહવાન કરાયું હતું.

Advertisement

આજના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત અનેક લોકો જોડાયા હતા, અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Tags :
Advertisement

.