Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

world cup 2023 : લીગ મેચથી લઈને ફાઈનલ સુધી વિજેતા ટીમને મળશે આટલું ઈનામ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ રમાશે. ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટથી હરાવીને વર્લ્ડ કપના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. જેમાં પીએમ...
world cup 2023   લીગ મેચથી લઈને ફાઈનલ સુધી વિજેતા ટીમને મળશે આટલું ઈનામ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ રમાશે. ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટથી હરાવીને વર્લ્ડ કપના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. જેમાં પીએમ મોદી સહિતની અનેક મોટા દિગ્ગજ નેતાઓ, સેલિબ્રિટ તેમજ વિદેશી મહેમાનો સામેલ થશે. તેમજ વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થતો હોય છે. જાણો પ્રાઈઝ મની વિશે...

Advertisement

ICC ક્રિકેટ વર્લ્ડ કપ પ્રાઈઝ મની

Advertisement

કુલ 10 મિલિયન ડોલર એટલે કે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમ વર્લ્ડ કપ 2023માં દાવ પર છે. આ ઈનામી રકમનો સૌથી મોટો હિસ્સો 19 નવેમ્બરે વર્લ્ડ ચેમ્પિયન બનનાર ટીમના ખાતામાં જશે. રનર અપ ટીમ પણ પોતાની સાથે મોટી ઈનામી રકમ લઈને જવાની છે. આ સાથે આ વર્લ્ડ કપના લીગ સ્ટેજ બાદ બહાર થઈ ગયેલી ટીમો અને સેમીફાઈનલમાં હારેલી ટીમોને પણ સારી એવી રકમ મળવાની છે. 83 કરોડની આ ઈનામી રકમમાં કોનો હિસ્સો મળશે અને કેટલી રકમ આપવામાં  આવશે  ચાલો  જાણીએ ..

Advertisement

  • વર્લ્ડ કપ 2023ની ચેમ્પિયન ટીમને $4 મિલિયનની ઈનામી રકમ આપવામાં આવશે.
  • જો ભારતીય ચલણમાં જોવામાં આવે તો આ રકમ 33 કરોડ રૂપિયાથી વધુ છે. આ મોટી રકમ ભારત અથવા ઓસ્ટ્રેલિયામાં જશે
  • વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનારી ટીમ એટલે કે આ ટુર્નામેન્ટની રનર અપ ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 16.65 કરોડ રૂપિયા મળશે.
  • સેમિ-ફાઇનલ મેચમાં હારેલી બે ટીમોના ખાતામાં કુલ $1.6 મિલિયન જશે.
  • અહીં દરેક ટીમનો હિસ્સો 8 લાખ ડોલર (6.65 કરોડ રૂપિયા) હશે.
  • આ રકમ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોને જશે. બંને ટીમો સેમીફાઈનલ મેચ હારી ગઈ હતી.
  • લીગ સ્ટેજ બાદ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયેલી છ ટીમોને એક-એક લાખ ડોલર (રૂ. 83 લાખ) મળશે.
  • પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડને આ રકમ મળશે.એટલે કે આ 6 ટીમોને કુલ 5 કરોડ રૂપિયા મળશે.
  • લીગ તબક્કામાં દરેક મેચ જીતવા બદલ ટીમો માટે સારી એવી ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી.
  • અહીં દરેક મેચની વિજેતા ટીમ માટે 40 હજાર ડોલર એટલે કે 33 લાખ રૂપિયા છે.
  • આ રીતે, લીગ તબક્કાની 45 મેચોની કુલ ઈનામી રકમ 1.8 મિલિયન ડોલર એટલે કે 15 કરોડ રૂપિયા હશે.

શમીના શાનદાર પ્રદર્શન પર હસીન જહાંએ કહ્યું- તે સારા ક્રિક્રેટર છે, પરંતુ...શમીના શાનદાર પ્રદર્શન પર હસીન જહાંએ કહ્યું- તે સારા ક્રિક્રેટર છે, પરંતુ..વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં સેલેબ્સનો મેડાવડો, જાણો કોણ છે દુઆ લિપાવર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં સેલેબ્સનો મેડાવડો, જાણો કોણ છે દુઆ લિપાફાઈનલની ખાસ તૈયારીઓ, મેદાન ઉપર 'એર શો' યોજાશે...PM મોદી થશે સામેલફાઈનલની ખાસ તૈયારીઓ, મેદાન ઉપર 'એર શો' યોજાશે.PM મોદી થશે સામેલ

આ પણ  વાંચો - ફાઈનલ મેચમાં PITCH નું કેવું રહેશે વલણ ? જાણો

Tags :
Advertisement

.