Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેટલાક અપનાવવા જેવા વ્યસનો

એને તો સારા માણસ હોવાનું વ્યસન છે.  એને તો પરિવારનો સંગ માણવાનું વ્યસન છે.  એને તો સ્વાસ્થ્ય સાથે આંધળો પ્રેમ અને વ્યસન છે.  એને તો સંતાનપ્રેમનું વ્યસન છે.  એને તો ઘરે ગયા પછી મા-બાપ સિવાય કંઈ ન દેખાવાનું વ્યસન છે.  એને તો કુદરતને પ્રેમ કરવાનું વ્યસન છે.  એને તો ગેજેટ્સની આદત ન પડવાનું વ્યસન છે.  એને તો ફુલ ઓફ લાઈફ રહેવાનું વ્યસન છે. એને તો ખડખડાટ હસવાનું વ્યસન છે.  એને તો શાંત વાતાવરàª
07:48 AM May 31, 2022 IST | Vipul Pandya
એને તો સારા માણસ હોવાનું વ્યસન છે.  
એને તો પરિવારનો સંગ માણવાનું વ્યસન છે.  
એને તો સ્વાસ્થ્ય સાથે આંધળો પ્રેમ અને વ્યસન છે.  
એને તો સંતાનપ્રેમનું વ્યસન છે.  
એને તો ઘરે ગયા પછી મા-બાપ સિવાય કંઈ ન દેખાવાનું વ્યસન છે.  
એને તો કુદરતને પ્રેમ કરવાનું વ્યસન છે.  
એને તો ગેજેટ્સની આદત ન પડવાનું વ્યસન છે.  
એને તો ફુલ ઓફ લાઈફ રહેવાનું વ્યસન છે. 
એને તો ખડખડાટ હસવાનું વ્યસન છે.  
એને તો શાંત વાતાવરણ રાખવાનું વ્યસન છે.  
એને તો જતું કરી દેવાનું વ્યસન છે.  
એને તો સામું નહીં બોલવાનું વ્યસન છે.  
એને તો વાંક હોય કે ન હોય માફી માગી લેવાનું વ્યસન છે.  
એને તો કોઈનું ખરાબ ન બોલવાનું વ્યસન છે.  
એને તો  મેકઅપ નહીં દિલથી સુંદર દેખાવાનું વ્યસન છે.  
એને તો સંયુક્ત પરિવારનું વ્યસન છે.  
એને તો કુદરતને બચાવવાનું વ્યસન છે.  
એને તો સહજ રહેવાનું વ્યસન છે.  
એને તો સરસ મજાની વાતો કરવાનું  વ્યસન છે.  
વાંચવામાં સરસ લાગે એવી વાતોના વ્યસન કેળવવાનું આપણે ક્યારે શીખીશું?  
આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે.  આ વર્ષનો થીમ છે પર્યાવરણની રક્ષા. તમાકુ છોડવાની અપીલ કરવાની અનેક વાતો આજે થશે. તમાકુનું સેવન કરવાથી કેટલું નુકસાન થાય છે. કેટલા લોકો જીવ ગુમાવે છે એ આંકડાઓ આજે બોલ્ડ ટાઇપમાં લખાશે, બતાવાશે. કેટલાક લોકો આ અપીલ સમજીને નિર્ણય પણ કરશે કે, આપણે તમાકુ ત્યજી દઈએ. એક સમયે સારવારમાં મદદરુપ થતું તમાકુનું સેવન આજે જીવલેણ તબક્કા સુધી પહોંચી ગયું છે. વરસે દહાડે આખી દુનિયામાં સિતેર લાખ લોકો તમાકુના સેવનથી મોતને ભેટે છે. બાર લાખ લોકો આડકતરી રીતે તમાકુના સંપર્કમાં આવવાથી જીવ ગુમાવે છે.  આ આંકડાઓ દિવસે ને દિવસે વધતાં જ જાય છે.  
આ આંકડામાં ઘટાડો થાય એના પ્રયત્નો અનેક ધાર્મિક સંસ્થાઓ, ડૉક્ટર્સ, સમાજ સેવકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા થતા રહે છે. જેનાથી થોડી અવેરનેસ ફેલાય છે. તમાકુનું વ્યસન છોડવા માટે અનેક વાતો, પ્રવચનો, પ્રેઝન્ટેશન વિશે વાત થશે. પણ આજે વાત કરવી છે થોડા જુદાં વ્યસનોની. એવા વ્યસનો જેને જીવનમાં ઉતારવા જેવા છે.  
મશીન અને ગેજેટ્સ વચ્ચે, પર્ફોમન્સ બતાવવાના પ્રેશર સાથે જીવાતી જિંદગીમાં કેટલાક વ્યસનો અપનાવવા જેવા છે. પ્રેશર અને એંગ્ઝાઇટી આપણી જિંદગીનો અતૂટ હિસ્સો છે. જે રહેવાનો જ છે. આ બધાંની વચ્ચે જિંદગી કેવી રીતે માણવી એનું વ્યસન કેળવવા જેવું છે. પરિવારને સમય નથી આપી શકાતો એ ફરિયાદ કરવાને બદલે જેટલો સમય ઘરમાં હોઈએ એટલો સમય પરિવારજનોની સાથે જ જીવવું એનું વ્યસન આપણે ન અપનાવી શકીએ? કોઈ નબળી પળે પોતાના કલીગ્સ પર, પરિવારજનો પર કે અજાણી વ્યક્તિ પર આપણને ગુસ્સો આવી જાય છે, અપશબ્દો નીકળી જાય છે આવી પળ આવે ત્યારે આ વર્તન થોડું ઘટાડી શકાય એવા પ્રયત્નોનું વ્યસન આપણે આચરણમાં ન મૂકી શકીએ?  
ભાગદોડભરી જિંદગીમાં આપણે પ્રેશરને દૂર કરવા વ્યસનનો આશરો લઈએ છીએ. જિંદગીની નજીક જવાનું વ્યસન આપણને કેમ લાગુ કરવાનું મન નથી થતું? પોતાની જાત સાથે તમે ક્યારે વાત કરી હતી? પોતાના વર્તનના તમે ક્યારે જજ બન્યા હતા? મારી અંદર પણ ફેરફાર કરવાની જરુર છે એવો વિચાર તમને ક્યારેય આવ્યો છે?  આ બધાં માટે પોતાની જાત સાથે થોડો મી ટાઈમ કાઢવાનું વ્યસન કેળવવાની જરુર નથી લાગતી? સંતાનો તમારું ધાર્યું જ કરે એ વાતનું વ્યસન દરેક વાલીઓને હોવાનું. આ વ્યસનથી દૂર થવાની જરુર છે. હવેની પેઢી ઉપર જોહુકમી નથી ચાલતી. એમને જુદી રીતે ટેકલ કરવાનું વ્યસન લાઇફસ્ટાઇલમાં ઉમેરવાની જરુર છે. આપણે ઘણી વખત હેલ્થ માટે જાગૃત થઈને કસરત કરવા લાગીએ છીએ. યોગ કરવા માંડીએ છીએ. પણ મનની તંદુરસ્તી માટે આપણે ક્યારેય કોઈ પ્રયત્નો કરીએ છીએ ખરાં?  આપણી પોતાની વ્યક્તિની વાત સો એ સો ટકા એમની સામે અને સાથે હોઈએ ત્યારે સાંભળીએ, સમજીએ છીએ ખરાં? આપણી વ્યક્તિ માટે સમય કાઢવાનું વ્યસન આજના જમાનાની સૌથી મોટી ડિમાન્ડ છે.  
જિંદગી ખૂબ જ સુંદર છે. રોજ એક નવો દિવસ આપવા માટે કુદરતને થેંક્યૂ કહેવાનું વ્યસન કેળવવાની જરુર છે. અસ્તિત્વને અંદરથી ફીલ કરીને જિંદગીને માણવાનું વ્યસન પોતાનામાં ઉમેરવાની જરુર છે. કેટલીક વાતોને ભૂલી જવાનું વ્યસન અપનાવવાનું સૌથી વધુ જરુરી છે. જતું કરી દઈને મુઠ્ઠી ઉંચેરા બનવાનું વ્યસન જીવવાની જરુર છે. એવા કેટલાય વ્યસનો જે જિંદગી માટે જરુરી છે.  
તો બોલો, તમે આમાંથી ક્યું  વ્યસન અપનાવવાના?
jyotiu@gmail.com
Tags :
addictionsfamilyGujaratFirsthealthLifepeacepossitve
Next Article