Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાષ્ટ્રીય પુરસ્કાર માટે દીપક મોતાની પસંદગી કંઇ અમસ્તી નથી થઇ, તેમની શિક્ષણની સેવા વિશે જાણશો તો વંદન કરશો

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  સમગ્ર ગુજરાતમાં બે શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરાયા છે.. જેમાંથી એક છે કચ્છના શિક્ષક દીપક મોતા.. માંડવીના બાગના પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાનું 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થશે. દીપક મોતા 2004થી શિક્ષણ...
રાષ્ટ્રીય પુરસ્કાર માટે દીપક મોતાની પસંદગી કંઇ અમસ્તી નથી થઇ  તેમની શિક્ષણની સેવા વિશે જાણશો તો વંદન કરશો
Advertisement

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

સમગ્ર ગુજરાતમાં બે શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરાયા છે.. જેમાંથી એક છે કચ્છના શિક્ષક દીપક મોતા.. માંડવીના બાગના પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતાનું 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થશે.

Advertisement

દીપક મોતા 2004થી શિક્ષણ જગતમાં પગ મુક્યો.તેઓ 2012થી માંડવીની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અત્યાર સુધીમાં 19 જેટલા વિવિધ પ્રોજેકટ અને ઇનોવેશનના કારણે તેમના આ કાર્યની નોંધ ગુજરાત અને કેન્દ્ર સરકારે લીધી છે. શૈક્ષણિક કાર્યની સાથે અન્ય સામાજિક કાર્યોની નોંધ પણ સરકારે લીધી છે.

Advertisement

સ્વચ્છ શાળાનો એવોર્ડ, જિલ્લા કક્ષાના સાયન્સ મેળામાં શાળાનો નંબર લાવવો, ઇનોવેશનમાં આગળ રહેવું, સંગીતના કાર્યક્રમો યોજવા, રાશન કાર્ડ અને આધારકાર્ડ બનાવવા માટે લોકોની મદદ કરવી જેવા શૈક્ષણિક અને સામાજિક કાર્યોની નોંધ સરકારે લીધી હતી અને તેના આધારે જ આ પુરસ્કાર માટે તેમની પસંદગી કરવામાં આવી છે

શૈક્ષણિક ક્ષેત્રે ફાળો અને તેમનું કૌશલ્ય રાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠ્યું છે.  કોરોના કાળમાં કાર પર LED લગાવી હરતું ફરતું શિક્ષણ રથ બનાવ્યું હતું અને ગામડે ગામડે જઈને બાળકોને ભણાવ્યા હતા. ત્યાર બાદ શિક્ષક દ્વારા સાયકલને જાતે જ મોડિફાય કરીને e-bicycle બનાવવામાં આવી છે અને ચોમાસામાં વાડી વિસ્તારમાં જ્યારે અન્ય કોઈ વાહનથી જઈ શકાય તેમ ન હોય ત્યારે આ સાયકલ દ્વારા વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા સરળતાથી શિક્ષણ આપ્યું હતું.

કોરોનાની ત્રીજી લહેરમાં બેંકના ATM જેમ ATEથી બાળકોને ભણતા કર્યા હતા. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ અને ગુજરાતનું પ્રથમ કિઓસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. જેવી રીતે ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ આજના યુગમાં માંડવીના શિક્ષકએ સાબિત કરી બતાવ્યું છે.કોરોના સમયે જ્યારે ઓનલાઇન શિક્ષણ શરૂ થયું હતું જ્યારે જે બાળકો તેમજ બાળકોના માતાપિતા પાસે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી તેવા બાળકોનું કોરોનાકાળ વખતે શિક્ષણ ન બગડે તેના માટે શિક્ષણ રથ વડે ઘરે-ઘરે ફરીને શિક્ષણ પહોચાડ્યું હતું.

શિક્ષક દ્વારા સાયકલ પર ડિજિટલ મોબાઇલ શાળા બનાવવામાં આવી હતી અને બાળકોને ઘેર-ઘેર શિક્ષણ આપવામાં આવ્યું હતું. સાયકલ પર જ લેપટોપ અને સ્પીકર રાખીને આધુનિક રીતે શિક્ષણ આપવામાં આવ્યું હતું. શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી હતી. શિક્ષકે સાયકલને પોતાની જાતે જ મોડીફાય કરી છે અને e-bicycle બનાવવામાં આવી હતી. કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા અને 17 મહિના બાદ શાળા ચાલુ થઈ હતી પરંતુ કોરોનાના સંપૂર્ણપણે નાબૂદ થયો ન હતો, ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી હતી.સામાન્ય સાયકલમાંથી e-bicycle બનાવવામાં આવી હતી. આ સાયકલ સોલારથી ચાલે છે તથા ચાર્જ થાય છે. ઉપરાંત પેંડલથી તો ચાલે જ છે અને વીજથી પણ ચાર્જ થઈ શકે છે. શિક્ષકે e-bicycle માં હોર્ન, સાઈડ સિગ્નલ, હેડ લાઈટ, લીવર, USB ચાર્જિંગ પોઇન્ટ, બેટરી ઇન્ડિકેશન, સ્પીડોમીટર સાથે સાથે લેપટોપ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડિજિટલ મોબાઈલ શાળા બાદ વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ અને ગુજરાતનું પ્રથમ કિઓસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે દીપક મોતા સતત પ્રયત્નશીલ રહે છે.

જાન્યુઆરી 2022માં જ્યારે કોરોનાની ત્રીજી લહેરના કારણે શાળાઓ બંધ થઈ અને શિક્ષણ ફરીથી બંધ થયું ત્યારે શાળાના શિક્ષક  ATMમાંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે જેવી રીતે ATM કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડી શકાય છે તેવી જ રીતે જો શિક્ષણમાં એવું કંઈ સંશોધન કરી શકાય તો કોરોના કાળમાં લોકડાઉનની જેમ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે માટે કંઇક ઉપાય કરવો જરૂરી જણાતા ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું છાત્રાર્પણ કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી પામનાર શિક્ષક દિપક મોતા દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ બાળકો ગમે તે સ્થળે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાતનું સર્વ પ્રથમ પ્રાથમિક શિક્ષણ માટેનું Educational KIOSKનું નિર્માણ કરવામાં આવ્યું હતું. Educational KIOSK ધોરણ 1થી 8 ના વિદ્યાર્થીઓ માટેનું ગુજરાતી માધ્યમના શિક્ષણનું કન્ટેન્ટ ધરાવે છે. વેકેશનમાં અને ચાલુ શાળાએ બાળકો સમયનો સદુપયોગ કરીને સ્વયં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ધોરણ 1થી 8ના બાળકો માટે સ્પેશિયલ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યું હતું. એજ્યુકેશનલ KIOSK ATMની રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે એનું નામ ATE રાખવામાં આવ્યું છે એટલે કે Any Time Education.

આ ઈનોવેશનના કારણે માંડવીના ગામડાના શિક્ષકની નોંધ હવે રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા તેમનુ સન્માન પણ કરાયુ હતુ. દિપક મોતાના વિચારો પણ ઉચ્ચ છે તેમનું માનવું છે કે સરકાર તરફ્થી શિક્ષક તરીકે તેમને પૂરતી સવલતો અને પગાર માડી રહ્યા છે તો તેના બદલામાં બાળકોના શિક્ષણને લઈને પૂરી કર્તવ્યનિષ્ઠાથી બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને નવા નવા સંશોધનો અને પ્રયોગો કરીને બાળકોને અભ્યાસમાં મન લાગે તેવી રીતે ભણાવવુ જોઈએ.આમ  શ્રેષ્ઠ શિક્ષક તરીકે દિપક મોતાએ માત્ર ગામનુ જ નહિ પરંતુ કચ્છનું નામ રોશન કર્યું છે.

Tags :
Advertisement

.

×