Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: 5 સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, હજારો ભક્તોએ ખેંચ્યો રથ

Bharuch: ભરૂચ જીલ્લામાં અનેક તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. જેમાં અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથને નગરચર્યાએ નીકળવાનો દિવસ અને આ દિવસે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભરૂચ જીલ્લામાં 5 સ્થળોએ ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. જેમાં...
bharuch  5 સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી   હજારો ભક્તોએ ખેંચ્યો રથ

Bharuch: ભરૂચ જીલ્લામાં અનેક તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. જેમાં અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથને નગરચર્યાએ નીકળવાનો દિવસ અને આ દિવસે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભરૂચ જીલ્લામાં 5 સ્થળોએ ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. જેમાં હજારો ભક્તોએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી વિવિધ રથ રૂટ ઉપરથી પસાર થતા ભકતોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.

Advertisement

આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન થયું

ભરૂચ (Bharuch)જીલ્લામાં સૌ પ્રથમ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશિપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે સતત 22માં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાન્શુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન- અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.

જગન્નાથ નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા

ભાઈ બલરામ,બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટ્યા હતા. જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જયોતિ ટોકિઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ભગવાન જગન્નાથની મહાઆરતી થયા બાદ સમાપન થયું

જયારે બીજી રથયાત્રા ભરૂચ (Bharuch) શહેરના આશ્રય નજીકથી ઓડિસાના ઉડિયા સમાજ દ્વારા બપોરના સમયે એક જ રથમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરી રથને ખેંચવામાં આવ્યો હતો. જે રથ ભગવાન જગન્નાથના મંદિરેથી નીકળી ગુજરાત ગેસ રોડ થઈ નંદેલાવ મઢુલી ચોકડી થઈ શ્રવણ ચોકડીથી પસાર થઈ શક્તિનાથ પહોંચ્યો હતો. જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી થયા બાદ સમાપન થયું હતું.

રથયાત્રાના સમાપન બાદ મહા આરતી અને મહા પ્રસાદીનું આયોજન

ત્રીજી રથયાત્રા ભરૂચ (Bharuch) શહેરના શીતલ સર્કલથી ઈસ્કોન સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જેમાં એકજ રથમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જેમાં ગજરાજ સાથે લોકોને આકર્ષિત કરી શકે તે પ્રકારે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સાથે રથયાત્રામાં બાળકો સહિત વૃદ્ધોએ અનેક વેશો ધારણ કરી જોડાયા હતા. જે રથયાત્રા ભરૂચના શીતલ સર્કલથી નીકળી કસક, મક્તમપુર થઈ ઝાડેશ્વરની કેજીએમ સ્કૂલના પટાંગણમાં પહોંચી હતી. જ્યાં રથયાત્રાના સમાપન બાદ મહા આરતી અને મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

250 વર્ષથી ભોઈ પંચ દ્વારા પરંપરા પ્રમાણે રથયાત્રા યોજાઈ

ચોથી રથયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા તથા રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉદ્યોગપતિઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. પાંચમી રથયાત્રા ભરૂચમાં 250 વર્ષથી ભોઈ પંચ દ્વારા પરંપરા મુજબ કાઢવામાં આવી હતી જેમાં 3 રથ શણગારવામાં આવ્યા હતા. જેમાં એક રથમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરી રાજકીય નેતાઓથી માંડી ભોઈ પંચ સમિતિના આગેવાનો સહીત નગરજનો ત્રણેય રથોને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવી વિવિધ રૂટ ઉપરથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને મોડી રાત્રીએ ભોઈ પંચની વાડી ખાતે સમાપન કરાયું હતું. આમ ભરૂચ જીલ્લામાં 5 સ્થળોએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. જેમાં અંકલેશ્વરમાં ૨ સ્થળોએ અને ભરૂચમાં 3 સ્થળોએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Gondal: ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી

આ પણ વાંચો: Rath Yatra : નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથનું અમી છાંટણા સાથે થયું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ…

Tags :
Advertisement

.