Ravindra Jadeja And ODI: રોહિત અને કોહલીના મનપસંદ ખેલાડીને ગૌતમ ગંભીરે કર્યો ODI માંથી આઉટ!
Ravindra Jadeja And ODI: T20 World Cup 2024 પછી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટને અલવિદા કહી રહેલા Ravindra Jadeja ને પસંદગી કરતાઓએ ODI ટીમમાંથી બહાર કરવાની યોજના તૈયાર કરી છે. આવો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટ ઉપરાંત, Ravindra Jadeja ને White Ball ની ક્રિકેટ ટીમનો મુખ્ય સભ્ય માનવામાં આવતા હતો. તે લાંબા સમય સુધી ટીમનો અભિન્ન ભાગ રહ્યા હતાં.
Jadeja ની ODI કારકિર્દી લગભગ સમાપ્ત થઈ
અક્ષર અને સુંદરને તૈયાર કરવામાં આવી રહ્યા
White Ball ક્રિકેટમાંથી હટાવવાનો નિર્ણય લીધો
જોકે ODI World Cup 2023 ની સેમી ફાઈનલ અને ફાઈનલમાં વિકેટ માટે તલપાપડ થતા Ravindra Jadeja નું T20 World Cup માં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તો રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી ICC મેન્સ T20 World Cup 2024 માં ટાઇટલ જીત્યા પછી, Ravindra Jadeja એ પણ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ત્યારે એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે Ravindra Jadeja ની ODI કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે
Ravindra Jadeja when he last played ODIs:
- Became 2nd spinner to take 5 wicket hauls twice in ICC tournaments
- Took most wickets by an Indian spinner at a World Cup edition (16 wickets)
- Best economy by Indian with 30+ wickets since 2023And he's not in the Indian ODI squad pic.twitter.com/0qksMGPvhU
— 𝐒𝐈𝐕𝐘 🇺🇸🇮🇳 (@Sivy_KW578) July 18, 2024
અક્ષર અને સુંદરને તૈયાર કરવામાં આવી રહ્યા
ODI 2024 માટે પસંદગીકારો આગામી ICC ટૂર્નામેન્ટ માટે અક્ષર પટેલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અક્ષરે ICC મેન્સ T20 World Cup 2024 માં શાનદાર પ્રદર્શન આપ્યું હતું. કારણ કે.... અક્ષર પટેલે બોલિંગ ઉપરાંત બેટિંગ કરીને પણ ધૂમ મચાવી હતી. હવે જો ભારતીય ટીમને આવતા વર્ષે આઈસીસી ઈવેન્ટમાં ભાગ લેવો હશે તો ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે.
White Ball ક્રિકેટમાંથી હટાવવાનો નિર્ણય લીધો
BCCI ચેમ્પિયન્સ ટ્રોફી માટે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો અહેવાલોનું માનીએ તો કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં નવી ભારતીય ટીમ મેનેજમેન્ટે Ravindra Jadeja ને White Ball ક્રિકેટમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે Ravindra Jadeja એ ભારતે T20 World Cup 2024 જીત્યા બાદ T20Iમાંથી નિવૃત્તિ લીધી હતી.
આ પણ વાંચો: IND vs PAK : ક્રિકેટ ફેન્સ માટે Good News, આજે છે ભારત-પાકિસ્તાનનો મુકાબલો