Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : 24 વર્ષ જૂનાં અપહરણ-એન્કાઉન્ટર કેસમાં IPS સુભાષ ત્રિવેદી, એ.કે. શર્માનું લેવાશે નિવદેન

રાજકોટમાં (Rajkot) 24 વર્ષ પહેલાં થયેલા ચર્ચિત ભાસ્કર પરેશ અપહરણ કાંડ મામલે આજે રાજકોટ કોર્ટમાં આજે સુભાષ ત્રિવેદી (IPS Subhash Trivedi) અને નિવૃત્ત થયેલા એ.કે. શર્માની (DCP A.K. Sharma) જુબાની લેવામાં આવશે. સેશન્સ કોર્ટમાં નિવેદન માટે બંને અધિકારીઓને બોલવામાં આવ્યા...
07:21 PM Jul 22, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

રાજકોટમાં (Rajkot) 24 વર્ષ પહેલાં થયેલા ચર્ચિત ભાસ્કર પરેશ અપહરણ કાંડ મામલે આજે રાજકોટ કોર્ટમાં આજે સુભાષ ત્રિવેદી (IPS Subhash Trivedi) અને નિવૃત્ત થયેલા એ.કે. શર્માની (DCP A.K. Sharma) જુબાની લેવામાં આવશે. સેશન્સ કોર્ટમાં નિવેદન માટે બંને અધિકારીઓને બોલવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં જેટલા નિવેદન લેવામાં આવ્યા છે, તેમાં મોટાભાગનાં અધિકારીઓ અને ફરિયાદી હોસ્ટાઇલ થયા છે.

રાજકોટની સેશન્સ કોર્ટમાં (Rajkot Court) આજે ATS માં ફરજ બજાવતા IPS સુભાષ ત્રિવેદી અને નિવૃત્ત રાજકોટ DCP એ.કે. શર્માનું નિવેદન લેવામાં આવશે. રાજકોટમાં 24 વર્ષ પહેલા થયેલા ચર્ચિત ભાસ્કર અપહરણ કેસમાં (Bhaskar Abduction Case) બંને અધિકારીઓને કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધીમાં જેટલા પણ નિવેદન લેવામાં આવ્યા તેમાં મોટાભાગનાં અધિકારીઓ અને ફરિયાદી હોસ્ટાઇલ થયા છે. ભરૂચ (Bharuch) વાલિયા ગામમાં થયેલ એન્કાઉન્ટર સમયે સુભાષ ત્રિવેદી અને એ.કે. શર્મા ફરજ બજાવતા હોવાથી તેમના નિવેદન લેવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

જણાવી દઈએ કે, આજથી 24 વર્ષ પહેલા એટલે કે 12 મી નવેમ્બર, 2000 ના રોજ ભરૂચના વાલિયા ગામમાં ભાસ્કર પરેશનું અપહરણ કરવામાં આવ્યું હતું અને રૂ. 3 કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ મામલે 26 નવેમ્બર 2000 ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ જ્યારે ભરૂચનાં વાલિયા ગામે (Walia Village) ભાસ્કર પરેશને છોડવા ગયેલી પોલીસની ટીમ અને આરોપીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. આ અથડામણમાં આરોપી રાજસિહ હાથિયા મેરનું (Rajsih Hatiya Mer) એન્કાઉન્ટરમાં મોત થયું હતું. ઉપરાંત, રાજકોટમાં (Rajkot) આસિફ રજા ખાનનું (Asif Raja Khan) પણ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું.

 

આ પણ વાંચો - Banaskantha : 'વડાપ્રધાન સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપશે..!' BJP જિ. પં. પૂર્વ પ્રમુખને આવ્યો ફોન અને પછી..!

આ પણ વાંચો - CHHOTA UDAIPUR : હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ફરાર, ઠેર ઠેર નાકાબંધી કરાઇ

આ પણ વાંચો - PANCHMAHAL : ખાનગી મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાને તાળું

Tags :
Asif Raja KhanATSBharuch Walia villageCrime NewsGujarat FirstGujarati NewsIPS Subhash TrivediRAJKOTRajkot COURTRajsih Hatiya MerRtired Rajkot DCP A.K. Sharma
Next Article