Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : ચાંદીપુરા વાઇરસે વધુ બે માસૂમોનો લીધો ભોગ! પહેલા ઝાડા-ઉલટી થયા પછી..!

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) લોકોની ચિંતા વધારી છે. આ રોગચાળાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરા વાઇરસનાં કારણે અત્યાર સુધી 25 થી વધુ બાળકોનાં મોત નીપજ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં (Chandipura Virus) વધુ બે બાળકોના મોત નીપજ્યાં હોવાની...
rajkot   ચાંદીપુરા વાઇરસે વધુ બે માસૂમોનો લીધો ભોગ  પહેલા ઝાડા ઉલટી થયા પછી

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) લોકોની ચિંતા વધારી છે. આ રોગચાળાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરા વાઇરસનાં કારણે અત્યાર સુધી 25 થી વધુ બાળકોનાં મોત નીપજ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં (Chandipura Virus) વધુ બે બાળકોના મોત નીપજ્યાં હોવાની માહિતી સામે આવી છે. ગોંડલનાં (Gondal) રાણસીકી ગામનાં સરપંચે ચાંદીપુરા વાઇરસના કારણે બાળકોનાં મોત નીપજ્યાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. આરોગ્ય તંત્ર એ રાણસીકી ગામ આવી DDT છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

બાળકોને ઝાડા-ઉલટી થયા, પછી મોત

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ તાલુકાના રાણસીકી (Ransiki) ગામનાં સરપંચ ધનશ્યામ કાછડીયાએ ચાંદીપુરા વાઇરસનાં કારણે બે બાળકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સરપંચે જણાવ્યું કે, જિતેન્દ્રભાઈ કાછડીયાની વાડીએ છેલ્લા 8-10 દિવસથી મધ્યપ્રદેશથી (Madhya Pradesh) ખેત મજૂરી કરવા આવેલા શ્રમિક પરિવારના 6 માસના માહીર મનોજભાઈ કરાટેને બે દિવસ પહેલા ઝાડા-ઉલટી થતાં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.

Advertisement

ગામમાં DDT છંટકાવ સહિતની કાર્યવાહી

સરપંચે વધુમાં જણાવ્યું કે, બીજુ બાજુ અન્ય અર્ચના નાનાભાઇ નામની બે માસની બાળકીને પણ ઝાડા-ઉલટીની સમસ્યા થતાં તેણીને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. ચાંદીપુરા વાઇરસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતક બાળકોનાં સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર (Gandhinagar) અને પુના લેબોરેટરીમાં મોકલી અપાયા છે. રાણસીકી ગામનાં સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા બે બાળકનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા કરાઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાણસીકી ગામમાં ચાંદીપુરા વાઇરસના કારણે બે બાળકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને ગામમાં DDT છંટકાવ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad માં નોંધાયો ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ, એક બાળકો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આ પણ વાંચો - Yuvraj Singh Jadeja ના ગંભીર આરોપ, કહ્યું- છેલ્લા 10 વર્ષનાં પરિણામોને ક્રોસ ચેક કરવામાં આવે તો..!

આ પણ વાંચો - Chandipura Virus : કાળમુખા ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્! વધુ 2 માસૂમોનો લીધો ભોગ

Tags :
Advertisement

.