Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઇ, સ્મૃતિ ઇરાનીએ કહ્યું આમનો ઇતિહાસ લોહીથી રંગાયેલો

રાહુલ ગાંધીએ સંસદમાં મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, પીએમ મણિપુર ગયા નથી. કારણ કે તેમના માટે મણિપુર ભારતમાં નથી. રાહુલે કહ્યું મણિપુરમાં ભારતની હત્યા થઈ. તમે મણિપુરને બે ભાગમાં વહેંચી દીધું, તોડી નાખ્યું. તેમણે કહ્યું કે...
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઇ  સ્મૃતિ ઇરાનીએ કહ્યું આમનો ઇતિહાસ લોહીથી રંગાયેલો

રાહુલ ગાંધીએ સંસદમાં મણિપુર મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, પીએમ મણિપુર ગયા નથી. કારણ કે તેમના માટે મણિપુર ભારતમાં નથી. રાહુલે કહ્યું મણિપુરમાં ભારતની હત્યા થઈ. તમે મણિપુરને બે ભાગમાં વહેંચી દીધું, તોડી નાખ્યું. તેમણે કહ્યું કે રાવણ માત્ર બે લોકોની વાત સાંભળતો હતો.. અને પીએમ નરેન્દ્ર મોદી પણ માત્ર બે લોકોની જ વાત સાંભળે છે .. અમિત શાહ અને અદાણીની.

Advertisement

રાહુલ ગાંધીની સ્પીચ પુરી થયા બાદ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને જબરજસ્ત વળતો જવાબ આપ્યો હતો.. તેમણે કહ્યું કે આજ સુધી ઇતિહાસમાં ક્યારેય ભારત માતાની હત્યાની વાત કરવામાં નથી આવી..પરંતુ આજે સદનમાં આ વાત થઇ અને કોંગ્રેસના સભ્યો તાળીઓ વગાડતા રહ્યા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, હું ઘુંટણના દુખાવા પર કંઈ નહીં કહીશ. પરંતુ જે યાત્રાની વાત તેઓ કરી રહ્યા છે. તે દરમિયાન તે કાશ્મીરમાં તેમના પરિવાર સાથે બરફમાં રમતા જોવા મળ્યા હતા, પરંતુ તે નથી જાણતા કે પીએમ મોદીએ કલમ 370 હટાવ્યા બાદ આ શક્ય બન્યું છે.

Advertisement

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તાજેતરમાં જ રાજસ્થાનના ભીલવાડામાં 14 વર્ષની પુત્રી પર સામૂહિક બળાત્કાર થયો હતો. જે બાદ તેને ટુકડા કરી દેવાયા હતા,ત્યારબાદ ભઠ્ઠીમાં નાંખી દેવાયા. બે મહિલા સાંસદો ત્યાં ગઈ હતી. ત્યાં યુવતીનો એક હાથ ભઠ્ઠીની બહાર રહી ગયો હતો,ત્યારે તમે ન્યાયની માંગ કેમ ન કરી. બંગાળમાં જ્યારે 60 વર્ષની મહિલા પર તેના પૌત્રની સામે બળાત્કાર થયો ત્યારે તેણે ન્યાય માટે આજીજી કરી ન હતી. તમે આના ઉપર પણ કંઇ ન બોલ્યા.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, તેમનો ઈતિહાસ લોહીથી રંગાયેલો છે. આ લોકો ઈચ્છે છે કે મણિપુરમાં ચર્ચા થવી જોઈએ. અમારા નેતાઓએ કહ્યું કે અમે ચર્ચા માટે તૈયાર છીએ. તે ભાગી ગયા,  અમે નહીં. ભાગી જવા પાછળનું કારણ શું છે, જ્યારે ગૃહમંત્રી બોલવાનું શરૂ કરશે. આ લોકો મૌન રહેશે.

Advertisement

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, આ લોકો ઘણી બાબતો પર મૌન હતા. આજે પણ મૌન છે.. આંતરરાષ્ટ્રીય અહેવાલો કહે છે કે તેમના ભ્રષ્ટાચારને કારણે જીડીપી પર 9% અસર થશે, પરંતુ તેઓ મૌન હતા. આજે પણ મૌન છે. . 2005માં યુપીએ સરકારને ખબર પડી કે ખુલ્લામાં શૌચ કરવાને કારણે મહિલાઓ પર બળાત્કાર થાય છે. તેમ છતાં તેઓ મૌન હતા.

Tags :
Advertisement

.