Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ, ખ્યાતનામ ઉદ્યોગપતિઓ , શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ હાજર

આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરાયુ છે અને  તેમણે વિધાનસભામાં સંબોધન પણ કર્યુ.  અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે છેલ્લા દિવસે કામકાજ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ વિધાનસભાનું લોકાર્પણ  ખ્યાતનામ ઉદ્યોગપતિઓ   શિક્ષણવિદો  સામાજિક  અગ્રણીઓ હાજર
આજથી ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. દરમ્યાન ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરાયુ છે અને  તેમણે વિધાનસભામાં સંબોધન પણ કર્યુ.  અગાઉ ત્રણ દિવસનું ચોમાસુ સત્ર મળવાનું હતું. જોકે છેલ્લા દિવસે કામકાજ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં સત્ર એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ આજે સૌ પ્રથમ પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો. ત્યારબાદ ગૃહમાં હાજર ધારાસભ્યોને રાષ્ટ્રપતિ મૂર્મુએ સંબોધિત કર્યા.. બાદમાં વિધાનસભાની ચાર દિવસીય કામગીરીનો પ્રારંભ થયો. ચાર દિવસીય સત્રમાં સરકાર 9 બિલ લાવશે. તો દરરોજ 1 કલાકની પ્રશ્નોત્તરી રહેશે. સરકાર ગૃહમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ કરશે.
ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના ગૃહમાં સંબોધન દરમિયાન ધારાસભ્યો ઉપરાંત અનેક ખ્યાતનામ લોકો ગૃહમાં ઉપસ્થિત રહ્યા. જેમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદ સભ્યો, રાજ્યના ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો, રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા તરફથી આ તમામ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સંબોધન માટે તમામ ધારાસભ્યોને સવારે 9 કલાકે ગૃહમાં ઉપસ્થિત થવા અધ્યક્ષ શંકર ચૌધરીએ અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિ સવારે 10 કલાકે ગૃહમાં ઉપસ્થિત થયા હતા. ડિજિટલ વિધાનસભાના ઉદ્ઘાટન અને સ્વાગત વિધિ બાદ રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધ્યુ હતું.
Advertisement
Tags :
Advertisement

.