Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : વાલીઓ સાચવજો...! જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી 4 બાળકોનાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ (Chandipura Virus) એ દસ્તક આપી છે. આ વાઇરસનાં કારણે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં બાળકોનાં મોત નીપજ્યા છે. હાલ ચોમાસાની સીઝનમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસ વધી રહ્યા છે. નાના બાળકો ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને બાળકોનાં...
panchmahal   વાલીઓ સાચવજો     જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી 4 બાળકોનાં મોત
Advertisement

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ (Chandipura Virus) એ દસ્તક આપી છે. આ વાઇરસનાં કારણે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં બાળકોનાં મોત નીપજ્યા છે. હાલ ચોમાસાની સીઝનમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસ વધી રહ્યા છે. નાના બાળકો ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને બાળકોનાં મૃત્યુ પણ થઈ રહ્યા છે. જેને લઈ વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં હાલ સુધી કુલ 11 શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા છે, જેમાંથી 4 બાળકોનાં મોત નિપજ્યા છે.

આરોગ્ય વિભાગે સર્વેલન્સ કામગીરી શરૂ કરી

Advertisement

ચાંદીપુરા વાઇરસથી જિલ્લામાં 4 બાળકોનાં મોત

પંચમહાલ (Panchmahal) જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ચાંદીપુરા વાઇરસના કારણે જિલ્લામાં 4 બાળકોના મોત થતા વાલીઓમાં ફફડાટ છે. ત્યારે સ્થાનિક આરોગ્યની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ, આરોગ્ય વિભાગ એક્શનમાં આવી સર્વેલન્સ કામગીરીમાં જોતરાયું છે. જિલ્લામાં કુલ 11 શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) કેસ નોંધાયા છે જે પૈકી 4 બાળકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. શનિવારે કાલોલ તાલુકામાં ત્રણ અને ગોધરા તાલુકામાં એક મળી કુલ 4 નવા કેસ નોંધાયા હતા, જે પૈકી મૂળ ગરબાડાનાં પાંદડી ગામનાં એક શ્રમજીવી પરિવાર જે હાલ કાલોલ ખાતે રહેતાં હતાં, જેના 5 વર્ષીય કિશોરનું ગોધરા સિવિલ હોસ્પિટલમાં (Godhra Civil Hospital) સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Advertisement

આરોગ્ય વિભાગે સર્વેલન્સ કામગીરી શરૂ કરી

જિલ્લામાંથી મળી આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં કેસમાં અસરગ્રસ્ત બાળકોનાં સીરમ સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે પૈકી બે સેમ્પલનાં રિપોર્ટ આવ્યા છે, જેમાં ઘોઘંબાના લાલપરી ગામની 9 વર્ષીય કિશોરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જિલ્લામાંથી આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા અત્યાર સુધીમાં 220 સેન્ડ ફ્લાયના (રોગ ફેલાવતી માખી) સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લાનાં અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ, તિરાડો પુરવાની અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તરનાં રહીશોને અને વાલીઓને ચાંદીપુરા વાયરસ ના થાય તે માટે કાળજી રાખવા સૂચન કરાયું છે. જિલ્લામાં ગોધરા (Godhra), મોરવા હડફ, કાલોલ અને ઘોઘંબા તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં કેસ મળી આવ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો - VADODARA : ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ બાળકીનું મોત

આ પણ વાંચો - Chandipuram virus: આરોગ્ય મંત્રી હિંમતનગર સિવિલમાં દોડી આવ્યા, PICU વોર્ડની મુલાકાત લીધી

આ પણ વાંચો - Gondal: માતૃત્વની વાહક બનતી 108 સેવા, વરસતા વરસાદમાં સગર્ભાએ આપ્યો જોડિયા બાળકોનો જન્મ

Tags :
Advertisement

.

×