Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાદાર થવાથી બચવા પાકિસ્તાનના હવાતિયાં

દે દે અલ્લાહ કે નામ પર દે દે... ઈન્ટરનેશનલ ભિખારી આયા હૈ....  ગરીબો કો મદદ કરને કે લિયે એક નયા સ્કીમ આયા હૈ.... જેમાં સ્કવીડ ગેમના કોડ મૂકી દેવાયા છે.  બેહાલ પાકિસ્તાન આવું લખીને બાદમાં લકઝરી વસ્તુઓ ઉપર મૂકાયેલા બેનનું મીમ પણ લોકોમાં બહુ પ્રચલિત થયું છે.  પાકિસ્તાન એક એવો દેશ જેને કોઈ દિવસ કોઈ પાકિસ્તાની નેતાએ સ્થિરતા આપી નથી. એક પણ વડાપ્રધાન ત્યાં પૂરા પાંચ વર્ષેય સત્તા ભોગવી શક્યો નથી.
11:14 AM May 27, 2022 IST | Vipul Pandya
દે દે અલ્લાહ કે નામ પર દે દે... ઈન્ટરનેશનલ ભિખારી આયા હૈ....  
ગરીબો કો મદદ કરને કે લિયે એક નયા સ્કીમ આયા હૈ.... જેમાં સ્કવીડ ગેમના કોડ મૂકી દેવાયા છે.  
બેહાલ પાકિસ્તાન આવું લખીને બાદમાં લકઝરી વસ્તુઓ ઉપર મૂકાયેલા બેનનું મીમ પણ લોકોમાં બહુ પ્રચલિત થયું છે.  
પાકિસ્તાન એક એવો દેશ જેને કોઈ દિવસ કોઈ પાકિસ્તાની નેતાએ સ્થિરતા આપી નથી. એક પણ વડાપ્રધાન ત્યાં પૂરા પાંચ વર્ષેય સત્તા ભોગવી શક્યો નથી. દેશના નેતાઓને ફાંસી આપવી, દેશ નિકાલ કરવો, સ્પેશિયલ પાસપોર્ટ બનાવીને પરત બોલાવવાથી માંડીને અનેક ન સમજાય તેવી બાબતો આ દેશમાં બનતી રહે છે. હા, એ વાત અલગ છે પોતાનું ઘર સંભાળી ન શકતા આ દેશના રાજકારણીઓ આતંકવાદી યાસીન મલિકની બાજુમાં ઊભા રહેવા માટે સાંસદોની સહી સાથેનો પરિપત્ર સંસદમાં પસાર કરાવે! ભારત જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન લાગુ કરે તો પણ પાકિસ્તાનને પેટમાં દુઃખવા લાગે છે. પોતાના દેશને બચાવવા માટે ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાં ભીખ માગે છે પણ ભારતની વિરુદ્ધ ઝેર ઓકવામાં કંઈ બાકી નથી રાખવું આ દેશે.  
પોતે કેટલો પ્રજાપ્રેમી છે એનો પુરાવો આપવા ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને સબસીડી વધારી દીધી. આઈએમએફને અવગણીને ઈમરાનખાને અમુક પગલાં ભરેલાં. જો હવે આઈએમએફ મદદનો થોડો હિસ્સો પણ રિલીઝ ન કરે તો પાકિસ્તાનના હાલ વધુ બેહાલ થઈ જાય એમ છે. વિદેશી મુદ્રા ભંડાર અને ડોલર સામે પાકિસ્તાની રુપિયાનું અવમૂલ્યન જોઈને પાકિસ્તાનની પ્રજા જ દેશના નેતાઓ ઉપર માછલાં ધોવે છે. પેટ્રોલ- ડીઝલના ભાવ વધારવા જરુરી છે એવી દલીલો કરતાં સરકારના મંત્રીઓ સામે આમ પ્રજા રોષે ભરાઈ છે.  
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં રહેલું પાકિસ્તાન ગ્લોબલ ડિફોલ્ટર સાબિત થાય એ પહેલા દેશને બચાવવા હવાતિયાં મારી રહ્યું છે. દોહામાં  આઈએમએફ પાસે બેલ આઉટ પેકેજમાં ત્રણ અરબ ડોલરની મદદ માગી છે. ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડે પાકિસ્તાનને પહેલા પગલા ભરવા કહ્યું. મદદ મળી રહે એ માટે પાકિસ્તાને દેશમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો કર્યો, સબસીડી ઉપર કાપ મૂક્યો અને બીજા પગલા લેવાની આઈએમએફને ખાતરી આપી છે.  
વડાપ્રધાનની સત્તાથી દૂર થયેલા ઈમરાનખાને પોતાના હજારો સમર્થકો સાથે બુધવારે ઈસ્લામાબાદમાં રેલી કાઢી હતી. ઈમરાનખાનનો વિરોધ અને એની સાથે સમર્થકોની સંખ્યા શાહબાઝ શરીફ સરકારનો આગળનો માર્ગ વધુ અઘરો બનાવી રહી છે. એક સાંધો ત્યાં તેર નહીં પણ સિતેર તૂટે એવી પાકિસ્તાનની હાલત થઈ ગઈ છે. ચીન પોતાના દેશમાં જ અનેક આફતોનો સામનો કરી રહ્યું છે. ચીન વધુ મદદ કરવા માટે કંઈ ખાસ ઉમળકો બતાવી નથી રહ્યું. ઈમરાનખાનના મતે અમેરિકાના ખીલે કૂદી રહેલા શાહબાઝ શરીફનો ભાવ અમેરિકા પણ પૂછતું નથી. આમાં પાકિસ્તાનની પ્રજા પીસાઈ રહી છે. એમાં વળી, ઈમરાનખાનનો ભારત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. ભારતના વખાણ કરવાનો મોકો જતો નથી કરવો ઈમરાનખાને.  
પાકિસ્તાની પ્રજામાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાને કારણે રોષ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઈસ્માઈલે સોમવારે જ કહેલું કે, પાકિસ્તાની પ્રજા માટે આ ભાવવધારો પડતાં ઉપર પાટું સમાન બની રહેશે. જો ફંડ જોઈતું હોય તો ઈંધણના ભાવમાં વધારો કરવો પડશે આવી આઈએમએફની વાત સામે પાકિસ્તાને ઝૂકવું જ પડ્યું. ઇએફએફ- એક્સટેન્ડેટ ફંડ ફેસેલિટીનો થોડો ઘણો ભાગ મળી રહે તો પણ પાકિસ્તાનને અત્યારે રાહત મળે એમ છે. એક અઠવાડિયા પહેલા જ એક્સટેન્ડેટ ફંડ ફેસેલિટીમાંથી એક બિલિયન ડોલરનો થોડો હિસ્સો આપવા માટે આઈએમએફને પાકિસ્તાને વિનંતી કરી હતી. 2019ની સાલમાં ઈમરાનખાનની સરકારે  આઈએમએફ દ્વારા અપાયેલાં બેલઆઉટ પેકેજની રકમ મળી એ બાદ કરેલા વાયદા પૂરા નથી કર્યાં. ઉલટું ઈમરાનખાનની સરકારે તો જતાં જતાં પણ સબસીડીમાં મોટો ફેરફાર કર્યો હતો. ઈન્ટરનેશનલ મોનીટરીંગ ફંડે ત્રણ અરબ ડોલર આપ્યાં તેની અવધિ આ વર્ષના અંતે ખતમ થઈ રહી છે. પાકિસ્તાની અધિકારીઓએ દોહામાં આગળના એક બિલિયન ડોલરનો થોડો ભાગ રિલીઝ કરવા માટે વિનંતી કરી છે. આઈએમએફ પણ એમ સરળતાથી મદદ રિલીઝ કરવાના મૂડમાં નથી. 
જો મદદ નહીં મળે તો પાકિસ્તાન ક્યાંયનું નહીં રહે એની પાકિસ્તાનના સત્તાવાળાઓને ખબર પડી ગઈ છે. નેપાળ અને શ્રીલંકાની હાલતથી ફફડી ઉઠેલાં પાકિસ્તાને પગલાં ભરવાનું તો શરુ કરી દીધું છે પણ આ પગલાં શાહબાઝ શરીફ માટે બૂમરેંગ સાબિત થાય તો નવાઈ નહીં રહે. પાકિસ્તાનની તિજોરીનું તળિયું દેખાઈ રહ્યું છે ત્યારે શાહબાઝ શરીફને ફરીવાર ચૂંટાઈ આવવાની ફિકર પણ એટલી જ છે. ખાલી ખિસ્સે દેશની જનતાને જીતી નહીં શકાય એ માટે એમણે એક સાથે સબસીડી ઘટાડીને ભાવવધારો નાખી દીધો છે. પણ જનતાની નાજુક કમર આ સહી શકે એમ નથી એ પણ એટલી જ સાચી વાત છે.  
હકીકત એ છે કે, પાકિસ્તાન ચારેય બાજુથી ઘેરાયેલું છે. આગળની સરકારે ચીનના ચાળે ચડીને દેશમાં જ લોકોને નારાજ કર્યાં છે. બલૂચિસ્તાનના લોકો તો પાકિસ્તાન ચીન ઈકોનોમિક કોરિડોરનો આક્રમક વિરોધ કરી જ રહ્યાં છે. બલૂચિસ્તાન સિવાયના પ્રદેશોમાં પણ ચીન સામેનો વિરોધ વધી રહ્યો છે. દેશ દેવાળિયો બને અને ગ્લોબલ ડિફોલ્ટર સાબિત થાય એ પહેલાં પાકિસ્તાનનું ભલું થાય છે કે, નહીં એ આવનારા દિવસો જ કહેશે.
આ પણ વાંચો- દેશના નેતાઓની બાબતમાં પાકિસ્તાનના નસીબ કાણાં જ છે
Tags :
BankruptcyEditor'sAngleFATAgarbbleGlobalDefaultergraylistGujaratFirstIMFImranKhanJUJyotiUndakatPakistanShehbazSharif
Next Article