Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેનેડાની સરકાર 10,000 યુએસ H-1B વિઝા ધારકોને દેશમાં આવવા અને કામ કરવાની મંજૂરી આપવા માટે એક ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવશે

કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન સીન ફ્રેઝરે મંગળવારે જાહેરાત કરી હતી કે સરકાર 10,000 યુએસ H-1B વિઝા ધારકોને દેશમાં આવવા અને કામ કરવાની મંજૂરી આપવા માટે એક ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવશે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રાલયે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું...
કેનેડાની સરકાર 10 000 યુએસ h 1b વિઝા ધારકોને દેશમાં આવવા અને કામ કરવાની મંજૂરી આપવા માટે એક ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવશે
Advertisement

કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન સીન ફ્રેઝરે મંગળવારે જાહેરાત કરી હતી કે સરકાર 10,000 યુએસ H-1B વિઝા ધારકોને દેશમાં આવવા અને કામ કરવાની મંજૂરી આપવા માટે એક ઓપન વર્ક-પરમિટ સ્ટ્રીમ બનાવશે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રાલયે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે આનાથી H-1B વિઝા ધારકોના પરિવારના સભ્યોને પણ ફાયદો થશે જેઓ અભ્યાસ અથવા વર્ક પરમિટ મેળવવા માટે સક્ષમ હશે.

Advertisement

"હાઇ-ટેક સેક્ટરમાં હજારો કામદારો એવી કંપનીઓ દ્વારા રોજગારી મેળવે છે કે જેઓ કેનેડા અને યુએસ બંનેમાં મોટા પાયે કામગીરી કરે છે. આવા કામદારો યુએસ એચ-1બી સ્પેશિયલ બિઝનેસ વિઝા ધરાવે છે. 16 જુલાઈ,2023 સુધી યુ.એસ.માં એચ-1B વિશેષ વ્યવસાય વિઝા ધારકો અને તેમના નજીકના પરિવારના સભ્યો કેનેડામાં આવવા અરજી કરવા પાત્ર હશે."

Advertisement

નવા નિર્ણય હેઠળ, માન્ય અરજદારોને ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે કેનેડામાં ઓપન વર્ક પરમિટ મળશે, એમ રિલીઝમાં જણાવાયું છે. "તેઓ કેનેડામાં ગમે ત્યાં લગભગ કોઈપણ એમ્પ્લોયર માટે કામ કરી શકશે. તેમના જીવનસાથી અને આશ્રિતો પણ જરૂરીયાત મુજબ વર્ક અથવા સ્ટડી પરમિટ સાથે કામચલાઉ નિવાસી વિઝા માટે અરજી કરવા પાત્ર હશે

Advertisement

કેનેડાની સરકાર વિશ્વના કેટલાક પ્રતિભાશાળી લોકો માટે નવી ઇમિગ્રેશન નીતિ તૈયાર કરી રહી છે જે H-1B વિઝા ધારકોને આ વર્ષના અંત સુધીમાં ટેક કંપનીઓમાં કામ કરવા માટે કેનેડા આવવાની મંજૂરી અપાશે, CBC ન્યૂઝ અનુસાર. જો કે, ઇમિગ્રેશન પ્રધાને સ્પષ્ટ કર્યું નથી કે કોણ પાત્ર હશે અથવા કેટલા લોકોને સ્ટ્રીમમાં પ્રવેશ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે H-1B વિઝા વિદેશી નાગરિકોને ટેક્નોલોજી ક્ષેત્ર સહિત કેટલાક વ્યવસાયોમાં અસ્થાયી રૂપે યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે. કોવિડ રોગચાળા દરમિયાન ટેક કંપનીઓએ ભારે ભરતી કરી હતી પરંતુ ત્યારબાદ તેમણે મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. આનાથી ઘણા H-1B વિઝા ધારકો નવી નોકરીઓ શોધવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેનેડાની નવી પોલીસી આવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે.

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, વેપાર કરાર પર સહમતિ

featured-img
આંતરરાષ્ટ્રીય

Operation Brahma: ભૂકંપગ્રસ્ત મ્યાનમારને ભારત તરફથી મળી રહી છે પુરતી મદદ; જાણો શું છે 'ઓપરેશન બ્રહ્મા'

featured-img
Top News

USA Students Visa : અમેરિકા ભારતીયો સહિત સેંકડો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે! ટ્રમ્પ સરકાર કેમ કાર્યવાહી કરી રહી છે તે જાણો

featured-img
આંતરરાષ્ટ્રીય

Eid-Ul-Fitr 2025: સાઉદી અરબમાં ઈદનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારે કરાશે ઈદની ઉજવણી

featured-img
આંતરરાષ્ટ્રીય

Myanmar માં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતા, અત્યાર સુધીમાં 3 વખત ધરતી ધ્રુજી

featured-img

Earthquake: મ્યાનમારમાં બચાવ કામગીરી માટે ભારતે NDRF ની ટીમો મોકલી, PMએ કહ્યું, હંમેશા સાથે ઉભા છીએ

Trending News

.

×