Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો... દેશમાં કઈ જ્ઞાતિના લોકો સૌથી વધુ IAS, IPS અને IFS બને છે?

Civil service officers: IAS પૂજા ખેડકરે કથિત OBC Certificate જાહેર કરીને IAS માં નોકરી મેળવી છે. જ્યારે આ મામલો લોકોની સામે આવ્યો હતો, ત્યારે Civil Service ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે ઉપરાંત IAS, IPS અને IFS...
09:05 PM Jul 25, 2024 IST | Aviraj Bagda
Nearly 1,200 reserved category candidates appointed as IAS, IPS, IFS officers in past 5 years

Civil service officers: IAS પૂજા ખેડકરે કથિત OBC Certificate જાહેર કરીને IAS માં નોકરી મેળવી છે. જ્યારે આ મામલો લોકોની સામે આવ્યો હતો, ત્યારે Civil Service ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તે ઉપરાંત IAS, IPS અને IFS ની પસંદગી કર્તા લોકોનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોમાસુ સંસદ સત્રમાં જણાવવામાં આવ્યું છે કે SC, ST અને OBC માંથી કઈ Category ના લોકો સૌથી વધુ IAS, IPS અને IFS બને છે.

કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી ડૉ. જિતેંદ્ર સિંહે જણાવ્યું છે કે, IAS, IPS અને IFS માં ભર્તી સંઘ લોક સેવા આયોગના નિયમો અંતર્ગત કરવામાં આવે છે. ત્યારે હાલમાં રહેલા નિયમો અનુસાર, UPSC Civil Service માં SC, ST અને OBC અંતર્ગત ક્રમશ: 15%, 7.5% અને 27% અનામત મળે છે. વર્ષ 2018 માં OBC ના 54 IAS, 40 IPS અને IFS અધિકારી બન્યા હતાં. આ વર્ષના SC કોટામાં 29 IAS, 23 IPS અને 15 IFS ની ભર્તી કરવામાં આવી હતી. તો ST Category માંથી 14 IAS, 9 IPS અને 8 IFS ને ભર્તી કરવામાં આવ્યા હતાં.

વર્ષ 2019 માં કુલ 103 IAS, 75 IPS અને 53 IFS

તો વર્ષ 2019 માં કુલ 103 IAS, 75 IPS અને 53 IFS નિયૂક્ત કર્યા હતાં. વર્ષ 2020 માં 99 IAS, 74 IPS અને 50 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021 માં SC, ST અને OBC Category માંથી કુલ 97 IAS, 99 IPS અને 54 IFS અધિકારીઓની ભર્તી કરાઈ હતી. અને વર્ષ 2022 માં SC, ST અને OBC Category માંથી કુલ 100 IAS, 94 IPS અને 64 IFS ઓને અધિકારી બનાવવામાં આવ્યા હતાં.

અનામત આધારે કુલ 1195 IAS, IPS અને IFS બન્યા

સરકારે જણાવ્યું છે કે, છેલ્લા 5 વર્ષની અંદર અનામત આધારે કુલ 1195 IAS, IPS અને IFS બન્યા છે. તો આ આંકડાઓને વર્ષોને આધારે જોવા જઈએ તો વર્ષ 2018 માં 233, વર્ષ 2019 માં 231, વર્ષ 2020 માં 223, વર્ષ 2021 માં 250 અને વર્ષ 2022 માં 258 લોકો SC, ST અને OBC Category ના આધારે IAS, IPS અને IFS બન્યા છે.

આ પણ વાંચો: સાપના ઝેરથી કમાય છે લોકો કરોડો રૂપિયા, જાણો કેવી રીતે....

Tags :
categoryCivil service officersGujarat FirstIASias ips reservationIFSIFS officersIPSNumber of OBC IAS officersNumber of SC IAS officersNumber of ST IAS officersobcPuja Khedkarreserved and backward categoriesreserved category candidatesSCScheduled CastesScheduled TribesSTUnion Public Service Commissionupsc civil service reservationupsc cse
Next Article