Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Election Resul 2023 : કોની બનશે સરકાર ! ચાર રાજ્યોમાં આજે મતગણતરી

આજે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસનો મોટા ટેસ્ટનું પરિણામ આવવાનું છે. આજે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે આઠ કલાકે શરૂ થશે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપ છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે....
election resul 2023    કોની બનશે સરકાર   ચાર રાજ્યોમાં આજે મતગણતરી

આજે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસનો મોટા ટેસ્ટનું પરિણામ આવવાનું છે. આજે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી સવારે આઠ કલાકે શરૂ થશે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપ છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ છે. ત્યારે આજે સાંજ સુધીમાં આ ચાર રાજ્યોમાં ક્યાં કોની સરકાર બનશે તે તમામ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

Advertisement

રવિવારના દિવસે સમગ્ર દેશની નજર આ ચૂંટણી પરિણામો પર રહેશે, જેને મિનિ લોકસભા ચૂંટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાજપના નેતા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન કે જેઓ સૌથી લાંબા સમયથી મુખ્યમંત્રી તરીકે કામકાજ ધરાવે છે તેઓ સત્તામાં પરત ફરશે કે કેમ તે આજે સ્પષ્ટ થઈ જશે.

Advertisement

આ ઉપરાંત રાજસ્થાનમાં અશોક ગહલોત માટે પણ આજનો દિવસ કસોટીનો છે.રાજસ્થાનમાં વિધાસભા ચૂંટણીની પેટર્ન રહી છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે, આ પેટર્ન આ વખતે જળવાય અને ભાજપને સત્તા મળશે કે પછી વર્ષો જૂની પેર્ટનને અશોક ગહેલોત તોડશે તે પણ આજે નક્કી થશે.પાંચ વર્ષ અગાઉ સત્તા ગુમાવ્યા બાદ રમણ સિંહનું રાજકારણમાં પ્રભૂત્વ ઘટી ગયું છે કારણ કે ભાજપ રાજ્યમાં નવા નેતૃત્વને શોધી રહ્યું છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત રમણ સિંહના નેતૃત્વવાળી અગાઉની સરકારની સતત પ્રશંસા કરતા રહ્યા છે. છત્તીસગઢમાં ચૂંટણી પરિણામોના એક દિવસ અગાઉ નેતાઓનું લોકો સાથે મુલાકાત કરવાનું અને મંદિરોમાં ભગવાનના દર્શન કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે.

Advertisement

આ  પણ  વાંચો-ચૂંટણી લડતા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોની ગૂંચવણો વધી

Tags :
Advertisement

.