Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Modi Government 3.0: મોદી સરકાર 3.0 માં મંત્રી બનેલા લલન સિંહ કોણ છે?

Modi Government 3.0: આજરોજ Narendra Modi એ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે Modi 3.0 કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. NDA ના સાથી પક્ષોને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, વરિષ્ઠ નેતા અને JDU...
modi government 3 0  મોદી સરકાર 3 0 માં મંત્રી બનેલા લલન સિંહ કોણ છે

Modi Government 3.0: આજરોજ Narendra Modi એ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે Modi 3.0 કેબિનેટમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. NDA ના સાથી પક્ષોને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, વરિષ્ઠ નેતા અને JDU ક્વોટામાંથી મુંગેર લોકસભા સીટના સાંસદ રાજીવ રંજન સિંહ ઉર્ફે Lalan Singh એ મંત્રી તરીકે શપથ લીધા છે.

Advertisement

  • તેઓ JDU Bihar એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ

  • તેઓ Bihar વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા

  • પાર્ટી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો

Lalan Singh નો જન્મ 24 જાન્યુઆરી 1955 ના રોજ પટનામાં જ્વાલા પ્રસાદ સિંહ અને કૌશલ્યા દેવીના ઘરે થયો હતો. તેમણે ભાગલપુર યુનિવર્સિટીની TNB કૉલેજમાંથી બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. તેઓ કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી હતા અને 1974 માં જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળની ચળવળોમાં ભાગ લીધો હતો. Lalan Singh એ રેણુ દેવી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે

તેઓ JDU Bihar એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ

JDU ના પૂર્વ અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે Lalan Singh Biharની મુંગેર લોકસભા સીટથી સાંસદ છે. તેમણે આરજેડીની કુમારી અનિતાને 80870 મતોના માર્જિનથી હરાવ્યા છે. પાર્ટી અધ્યક્ષ તરીકે સેવા આપવા ઉપરાંત, તેઓ JDU Bihar એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ છે. તેમણે ભારતની 14 મી લોકસભામાં બેગુસરાય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Advertisement

તેઓ Bihar વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા

તેઓ ભારતની 15 મી લોકસભાના સભ્ય હતા અને Biharના મુંગેર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 17 મી લોકસભા (2019) તેમણે ત્રીજી વખત સાંસદ તરીકે મુંગેરનું પ્રતિનિધિત્વ કર્યું. 2014 અને 2019 ની વચ્ચે તેઓ Bihar સરકારમાં મંત્રી હતા. Lalan Singh એપ્રિલ 2000 થી 2004 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. 2014 માં તેમની લોકસભા બેઠક ગુમાવ્યા પછી, તેઓ Bihar વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા.

Advertisement

પાર્ટી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો

JDU ના Lalan Singh નીતીશ કુમારની સૌથી નજીકના લોકોમાંથી એક છે. તેઓ નીતિશ કુમારના સહાધ્યાયી પણ રહી ચૂક્યા છે. Biharના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ કૌભાંડ કેસમાં પટના હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનારાઓમાં Lalan Singh નું નામ પણ સામેલ છે. 2010 માં તેમના પર પાર્ટી ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો જેના કારણે તેમને પાર્ટી છોડવી પડી હતી. જોકે, બાદમાં તેમણે નીતિશ સાથે સમાધાન કર્યું અને વિધાન પરિષદના સભ્ય બન્યા અને મંત્રી પરિષદમાં જોડાયા.

આ પણ વાંચો: Modi Cabinet 3.0 માં કોને કોને કરવામાં આવ્યા રિપીટ, અહીં સંપૂર્ણ યાદી…

Tags :
Advertisement

.