Supreme Court And EVM: આખરે EVM વિવાદ પર લાગી રોકની મહોર, જાણો... કોર્ટે શું કહ્યું?
Supreme Court And EVM: આજે સુપ્રીમ કોર્ટે (Supreme Court) માં EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) ને લઈ જે અરજી કરવામાં આવી હતી. તે અંગે કોર્ટે (Supreme Court) સુનાવણીમાં તમામ અરજીઓને ફગાવીને EVM-VVPT ને લઈ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, EVM દ્વારા આપવામાં આવેલા વોટ VVPT ના માધ્યમથી 100 ટકા મળે છે કે નહીં.
ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેંચે જણાવ્યું હતું કે, બૈલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માગને નામંજૂર કરવામાં આવે છે. EVM ને લઈ દરેક વખત વોટિંગ પ્રક્રિયા પર અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. ત્યારે આ વખતે હંમેશ માટે તેના મુશ્કેલી પર વિરામ મૂકવામાં આવ્યો છે. તેથી જ્યાં સુધી EVM વિરુદ્ધ સચોટ પુરાવા ના હોય, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ (Supreme Court) અરજીનો સ્વીકાર કરશે નહીં.
BREAKING NEWS#SupremeCourt has rejected all the pleas to tally EVMs and VVPAT 100% for Loksabha election 2024
Justice Khanna said that there's no need for 100% VVPAT tally or Ballot Paper.
We never expected a better judgement from Justice Khanna.
The only remedy I see is… pic.twitter.com/vEcBvSpsA3
— Ravinder Kapur. (@RavinderKapur2) April 26, 2024
આ પણ વાંચો: EVM થી જ મતદાન થશે-સુપ્રીમ કોર્ટનો ચુકાદો
ન્યાયાધીશોએ (Supreme Court) સુનાવણી દરમિયાન કહેલા મહત્વના મુદ્દાઓ
- દરેક ચૂંટણીમાં EVM વોટિંગ પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવે છે. પરંતુ હવે, તેના રોક લગાવવામાં આવી છે.
- કોઈ પણ વ્યક્તિ કે પાર્ટી પાસે જ્યાં સુધી સચોટ અને સાચા પુરાવા નહીં હોય, ત્યાં સુધી EVM ને લઈ કોઈ અરજી સ્વીકારાશે નહીં.
- કોઈ પણ જુની પદ્ધતિ કે કાગળ દ્વારા વોટિંગની પ્રક્રિયાને આધુનિક ભારતમાં લાગુ કરવામાં નહીં.
- સરકારની કોઈપણ વ્યવસ્થા અને સંસ્થાઓ પર આંધળો અવિશ્વાસ કરી પ્રસ્તાવ કોર્ટમાં રજૂ કરવો એ કોર્ટનો સમય બગાડે છે અને વિકાસની કાર્યશૈલીમાં અવરોધ બને છે.
- અર્થપૂર્ણ સુધારણા માટે જગ્યા બનાવવા અને સિસ્ટમની વિશ્વસનીયતા અને અસરકારકતાને સુનિશ્ચિત કરવા પુરાવા અને કારણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ નિર્ણાયક પરંતુ રચનાત્મક અભિગમને અનુસરવું જોઈએ.
- નાગરિકો, ન્યાયતંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા ચૂંટણી તંત્ર હોય, લોકશાહી તેના તમામ આધારસ્તંભો વચ્ચે ખુલ્લા સંવાદ, પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને સક્રિયપણે સતત સુધારણા દ્વારા લોકશાહી પ્રણાલીઓમાં ભાગ લેવાનો પ્રયાસ કરે છે.
- વિશ્વાસ અને સહયોગની સંસ્કૃતિને ઉત્તેજન આપીને, આપણે આપણા લોકશાહીના પાયાને મજબૂત બનાવી શકીએ છીએ અને ખાતરી આપી શકીએ છીએ કે તમામ નાગરિકોનો અવાજો અને પસંદગીઓનું મૂલ્ય અને સન્માન કરવામાં આવે.
આ પણ વાંચો: UP: ઉત્તરવહીમાં એવું શું લખ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઇ ગયા?