Lok Sabha Election : UP માં કોંગ્રેસ-સપા વચ્ચે ડીલ ફાઈનલ! અખિલેશ યાદવ 11 બેઠક આપવા રાજી
Lok Sabha Election : લોકસભાની ચૂંટણીની (Lok Sabha Election) તૈયારી કરી રહેલી 'ઈન્ડિયા ગઠબંધન'ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ડીલ ફાઈનલ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે કોંગ્રેસ સાથે 11 સીટો પર ડીલ ફાઈનલ થઈ ગઈ છે. જે હેઠળ આરએલડીને 7 બેઠકો આપવામાં આવી છે.
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહી આ વાત
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે 'કોંગ્રેસ સાથેની 11 મજબૂત બેઠકોથી અમારા સૌહાર્દપૂર્ણ ગઠબંધનની સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ જીતના સમીકરણ સાથે આગળ વધશે. ઈન્ડિયાની ટીમ અને 'PDA'ની વ્યૂહરચના ઈતિહાસ બદલી નાખશે. થોડા દિવસે પૂર્વે જ સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા હતા કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 23 સીટો પર ચૂંટણી લડવા માંગે છે. સમાજવાદી પાર્ટી દ્વારા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સપાએ કોંગ્રેસને 11 સીટોની ઓફર કરી છે.
"Alliance with Congress on 11 seats in Uttar Pradesh, " tweets Samajwadi Party chief Akhilesh Yadav pic.twitter.com/m9utr4kmwR
— ANI (@ANI) January 27, 2024
અગાઉ સપાએ આરએલડી સાથે ગઠબંધન કર્યું હતું
અગાઉ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે કોઈ ઔપચારિક ગઠબંધન કર્યું ન હતું, પરંતુ અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટીએ રાયબરેલી અને અમેઠી બેઠકો પર કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. આ બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હતા.આ પહેલા સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોક દળ (RLD) સાથે ગઠબંધન કર્યું હતું, જે અંતર્ગત આરએલડીને 7 સીટો આપવામાં આવી હતી.
પ્રદેશ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી
અખિલેશ યાદવના 11 બેઠકો આપવાના પ્રસ્તાવ પર કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના ટોચના કોંગ્રેસ નેતૃત્વએ કહ્યું છે કે આ અખિલેશ યાદવનો એકપક્ષીય નિર્ણય છે જેની સાથે તેઓ સહમત નથી.
આ 2019ની ચૂંટણીનું પરિણામ હતું
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સપાએ કોંગ્રેસ સાથે કોઈ ઔપચારિક ગઠબંધન કર્યું ન હતું, પરંતુ અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટીએ રાયબરેલી અને અમેઠી બેઠકો પર કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા, જ્યાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ ચૂંટણી લડી હતી. કોંગ્રેસે રાજ્યની 80માંથી 67 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પાર્ટી 6.4 ટકા વોટ શેર સાથે માત્ર એક સીટ જીતી શકી અને ત્રણ સીટો પર બીજા ક્રમે આવી. તે સમયે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા રાહુલ ગાંધી પણ પોતાની સીટ બચાવી શક્યા ન હતા.
સપા, કોંગ્રેસ અને આરએલડી, ત્રણેય પક્ષો પોતપોતાના દાવાના સમર્થનમાં પોતપોતાની દલીલો ધરાવે છે. પરંતુ આંકડા શું કહે છે? તેની ચર્ચા પણ મહત્વની છે. 2019ની ચૂંટણીની વાત કરીએ તો સપાએ BSP અને RLD સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. સપાએ 37 અને બસપાએ 38 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આરએલડીને ત્રણ બેઠકો મળી હતી. SP-BSP-RLD ગઠબંધને સોનિયા ગાંધીની બેઠક રાયબરેલી અને અમેઠીમાં રાહુલ ગાંધી સામે ઉમેદવારો ઊભા રાખ્યા ન હતા. ત્યારબાદ સપાએ 18.1 ટકા વોટ શેર સાથે 37માંથી પાંચ બેઠકો જીતી હતી અને પાર્ટીના ઉમેદવારો 31 બેઠકો પર બીજા ક્રમે રહ્યા હતા. પાર્ટી એક સીટ પર ત્રીજા ક્રમે રહી હતી. સપાને કુલ 1 કરોડ 55 લાખ 33 હજાર 620 વોટ મળ્યા.
આ પણ વાંચો - Lok Sabha Elections : ભાજપે 23 રાજ્યના પ્રભારી અને સહ પ્રભારીયોની યાદી કરી જાહેર