J&K : કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 6 આતંકી ઠાર માર્યા, 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના (J&K) કુલગામમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી હાલ પણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, કુલગામ જિલ્લામાં શનિવારે બે એન્કાઉન્ટરમાં 2 જવાન શહીદ થયા છે. જ્યારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટરની કાર્યવાહી કુલગામનાં (Kulgam) મોદરગામ અને ચિનીગામમાં થઈ છે. 6 આતંકવાદીઓમાંથી 2 મદરગામમાં અને બાકીના 4 ચિનીગામમાં માર્યા ગયા હતા.
ઉપરાંત, કુલગામના મોદરગામમાં એક બગીચામાં 2થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. ચીનીગામ ફ્રિસલમાં વધુ એક આતંકી છુપાયો હોવાની પણ આશંકા છે. આથી, હાલ પણ આતંકીઓ વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન યથાવત છે. આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન એવા દિવસે થઈ રહ્યું છે જ્યારે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.
#WATCH | J&K: Chinar Corps Commander, Chief Secretary of J&K, DGP J&K, and other dignitaries and all ranks paid homage to Lance Naik Pardeep Kumar and Sepoy Pravin Janjal Prabhakar, who made the supreme sacrifice in the line of duty in Kulgam on 06 Jul 2024.
Source: Indian Army… pic.twitter.com/sGNGrlbsZs
— ANI (@ANI) July 7, 2024
કુલગામમાં એન્કાઉન્ટર
માહિતી મુજબ, પહેલું એન્કાઉન્ટર મોદરગામમાં થયું હતું, જ્યાં પેરાકમાન્ડો લાન્સ નાઈક પ્રદીપ નૈન એક્શનમાં શહીદ થયા હતા. સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું અને ઓછામાં ઓછા 2 થી 3 આતંકવાદીઓને તેમના ઠેકાણા પર ઘેરી લીધા. બીજું એન્કાઉન્ટર ફ્રિસલ ચિનીગામમાં થયું, જ્યારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) સંભવિત આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. ઓપરેશન દરમિયાન પ્રથમ રાષ્ટ્રીય રાઈફલ્સનાં હવાલદાર રાજકુમાર શહીદ થયા હતા.
આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
ગામમાં પહોંચતા જ એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ અચાનક સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી અથડામણ થઈ હતી. બંને જગ્યાએ ભીષણ ગોળીબાર થયો હતો. કાશ્મીરના (J&K) પોલીસ મહાનિરીક્ષક વીકે બિરધીએ એન્કાઉન્ટર સ્થળોની મુલાકાત લીધી અને કહ્યું કે, આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને જ પુલવામા (Pulwama) જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન લશ્કર-એ-તૈયબાની પાકિસ્તાન સ્થિત શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના 2 ટોચના કમાન્ડર એક ઘરમાં ફસાયા હતા.
આ પણ વાંચો - Jharkhand: દેવઘરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 6 થી 7 લોકો દટાયા હોવાની આશંકા
આ પણ વાંચો - Maharashtra: અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર બ્લાસ્ટ, પોલીસ બેડામાં દોડધામ
આ પણ વાંચો - Jammu Kashmir News : કુલગામમાં સેનાએ 5 આતંકીઓ ઠાર માર્યા, 1 જવાન શહીદ