Janardan Mishra Viral Video: અધિકારીઓથી કંટાળેલા સાંસદે પોતે જ શૌચાલય સાફ કર્યું
Janardan Mishra Viral Video: રેવાથી બીજેપી સાંસદ Janardhan Mishra ઘણીવાર પોતાની અલગ માટે જાણીતા છે. તેઓ ફરી એકવાર પોતાના સ્વચ્છતા અભિયાનને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. સાંસદ Janardhan Mishra નો એક Video સોશિયલ મીડિયા પર Viral થઈ રહ્યો છે. જોકે તેઓ માત્ર સાંસદ Janardhan Mishra તેમના રાજનૈતિક નિવેદનોને લઈને પણ ચર્ચાનું કારણ અવાર-નવાર બનતા હોય છે.
સાંસદે ટોયલેટ સાફ કરતો Video પોસ્ટ કર્યો
તેમણે માસ્ક પહેરીને શૌચાલયને સાફ કર્યું
લોકોને સ્વચ્છતા જાળવવાની સલાહ પણ આપી
તો રેવાથી બીજેપી સાંસદ Janardhan Mishra નો Video મૌગંજ જિલ્લાના દેવતલબ તાલુકાના સીતાપુર ગ્રામ પંચાતનો માનવામાં આવી રહ્યો છે. સાંસદે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટોયલેટ સાફ કરતો Video પોસ્ટ કર્યો છે. જેને લઈને તેઓ દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે આ પહેલા પણ તે એકવાર શાળાના ગંદા શૌચાલયની સફાઈ કરીને ચર્ચામાં આવ્યા હતા. Viral Video માં જોઈ શકાય છે કે, તેઓ બ્રશ અને સાવરણીથી હાથ વડે ગંદા શૌચાલયને સાફ કરી રહ્યા છે.
તેમણે માસ્ક પહેરીને શૌચાલયને સાફ કર્યું
देवतालाब विधानसभा अंतर्गत सीतापुर ग्राम पंचायत के डूंडा में भ्रमण के दौरान दूषित शौचालय की सफाई कर ग्राम वासियों को नियमित स्वछता बनाए रखने हेतु जागरूक रहने के लिए निवेदन किया।@narendramodi @PMOIndia @aajtak @rashtrapatibhvn @PIB_India @BJP4India pic.twitter.com/4WEj7y6X5K
— Janardan Mishra (Modi Ka Pariwar) (@Janardan_BJP) July 9, 2024
આ Viral Video સીતાપુર ગ્રામ પંચાયતના દુંદા ગામનો છે. અહીં બે ડઝનથી વધુ લોકો દૂષિત પાણી પીને બીમાર પડ્યા હતાં. રીવાના સાંસદ Janardhan Mishra એ તે લોકોને મળવા માટે ગામમાં ગયા હતાં, જ્યાં તેમને એક ઘરનું શૌચાલય ખૂબ જ ગંદુ જણાયું, જેના પછી તેઓ પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા અને ગંદકીની પરવા કર્યા વિના તેમણે માસ્ક પહેરીને શૌચાલયને સાફ કર્યું. તેમણે આ કાર્યમાં કોઈની મદદ લીધી ન હતી અને સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય પૂર્ણ કર્યું હતું.
લોકોને સ્વચ્છતા જાળવવાની સલાહ પણ આપી
આ જોઈને બધા ચોંકી ગયા હતાં. સ્વચ્છ ભારતનો સંદેશ આપતા સાંસદે લોકોને સ્વચ્છતા જાળવવાની સલાહ પણ આપી હતી. તેમનો આ પ્રકારની સફાઈ કરતો Video હાલ સોશિયલ મીડિયા પર Viral થઈ રહ્યો છે. આ Video તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કર્યો છે. જો કે આ પહેલા પણ તેમણે આ રીતે એક સ્કૂલના ટોઈલેટની સફાઈ કરી હતી, જેનો Video સોશિયલ મીડિયા પર Viral થયો હતો.
આ પણ વાંચો: રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસરિયાવાળાએ જીવતો સળગાવ્યો