Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jagannath Puri Temple: 46 વર્ષે ખૂલશે રત્નભંડારનું રાજ, જાણો તૈયારી

Jagannath Puri Temple: ઓડિશા સરકાર 46 વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિર(Jagannath Puri Temple)નો રત્ન ભંડાર ખોલવા જઇ રહી છે. આ ખજાનો ખોલ્યા બાદ તેમાં રહેલી જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને...
jagannath puri temple  46 વર્ષે ખૂલશે રત્નભંડારનું રાજ  જાણો તૈયારી

Jagannath Puri Temple: ઓડિશા સરકાર 46 વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિર(Jagannath Puri Temple)નો રત્ન ભંડાર ખોલવા જઇ રહી છે. આ ખજાનો ખોલ્યા બાદ તેમાં રહેલી જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે. કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે સમગ્ર વિશ્વમાં વસતા ભગવાન જગન્નાથના ભક્તો લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. મેડિકલ ટીમ આ ખજાનાને લઈને એલર્ટ પર છે, કારણ કે અહીં ખજાનો ખોલાશે તો ત્યાં સાપની હાજરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Advertisement

વસ્તુઓનું લિસ્ટ કરીશું તૈયાર

તેમણે કહ્યું કે ખજાનામાં રહેલી કિમતી વસ્તુઓનું લિસ્ટ તૈયાર કરીશું. જ્વેલરીની ગુણવત્તા તપાસીશુ તથા તેનુ વજન પણ કરીશું. મંદિર પ્રબંધન સમિતિએ SOPમાં કેટલાક ફેરફારો સાથે મંજૂરી માટે ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વિશ્વનાથની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિને દરખાસ્તો મોકલી હતી. વિવિધ પાસાઓની તપાસ કર્યા પછી, SOPને સરકારની મંજૂરી મળી.

Advertisement

સમિતિની કરાઇ છે રચના

એજન્સી અનુસાર રાજ્ય સરકારે આ ખજાનાની કિંમતી વસ્તુઓની યાદી પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વનાથ રથે કહ્યું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર આજે બપોરે 1.28 કલાકે ફરી ખોલવામાં આવશે. ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું કે કિંમતી સામાનને અસ્થાયી રૂપે ક્યાં રાખવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું કે મંદિરનો ખજાનો ખોલવા અને ઇન્વેન્ટરી માટે દરેક કાર્ય પૂર્ણ કરવા માટે તમામ પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. આ જવાબદારી શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસકને સોંપવામાં આવી છે. ખજાનાની જ્વેલરીની ડિજિટલ ફોટોગ્રાફી કરવામાં આવશે.

Advertisement

આરબીઆઇની લેવાશે મદદ

મંત્રીએ કહ્યું કે અમે જ્વેલરીની યાદી અંગે પારદર્શિતા જાળવવા માટે આરબીઆઈની મદદ લઈ રહ્યા છીએ. યાદી તૈયાર કરતી વખતે આરબીઆઈના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ માટે અમે મેનેજમેન્ટ કમિટી દ્વારા રચાયેલી ટીમ સાથે મળીને કામ કરીશું. દરેક કાર્ય માટે અલગ-અલગ ટીમો છે.SJTA ચીફ એડમિનિસ્ટ્રેટરના નેતૃત્વમાં રત્ના ભંડાર માટે નિષ્ણાત ટીમની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત પેનલના સભ્યો તરીકે ASI, નોકરો, મેનેજમેન્ટ કમિટી અને હાઇ પાવર કમિટીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંદિરની તિજોરી આજે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવશે.

પહેલા ડુપ્લિકેટ ચાવીથી ખોલાશે તાળું

સૌથી પહેલા પુરી જિલ્લા પ્રશાસન પાસે ઉપલબ્ધ ડુપ્લિકેટ ચાવી વડે તિજોરી ખોલવાનો પ્રયાસ કરવામાં આવશે. કાયદા મંત્રીએ કહ્યું કે જો આમ નહીં થાય તો મેજિસ્ટ્રેટની હાજરીમાં તાળા તોડવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ જ્યારે ખજાનો ખોલ્યો હતો ત્યારે તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં 70 દિવસથી વધુ સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે ટેક્નોલોજીની મદદથી ઓછા સમયમાં આ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ  વાંચો  - Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા અંગે PM મોદીની પ્રતિક્રિયા

આ પણ  વાંચો  - PUNAJB : પાકિસ્તાનની બોર્ડર ઉપર BSF ના જવાનોએ ડ્રોનને તોડી પાડી મોટી સંખ્યામાં હથિયારો કર્યા જપ્ત!

આ પણ  વાંચો  - PM MODI એ રાધિકા અને અનંતને આપ્યા ‘શુભ આશીર્વાદ’; વિશ્વભરમાંથી ઉમટ્યો VVIP નો જમાવડો

Tags :
Advertisement

.