Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDIA Alliance Meeting: મતગણતરીના દિવસે કોંગ્રેસે INDIA Alliance ના નેતાઓની બેઠક બોલાવી

INDIA Alliance Meeting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની મતગણતરીને લઈ હવે ગણતરીના કલાકો જ બાકી છે. 4 જુનની સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. તે દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે INDIA Alliance ના...
india alliance meeting  મતગણતરીના દિવસે કોંગ્રેસે india alliance ના નેતાઓની બેઠક બોલાવી

INDIA Alliance Meeting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની મતગણતરીને લઈ હવે ગણતરીના કલાકો જ બાકી છે. 4 જુનની સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. તે દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોનું મૂલ્યાંકન કરવા માટે INDIA Alliance ના દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક કોંગ્રેસના દિલ્હીના નિવાસ સ્થાને બોલાવી છે.

Advertisement

  • વિપક્ષી નેતાઓએ દાવો કર્યો 295 થી વધુ બેઠકો જીતશે

  • કોઈપણ પ્રકારના પ્રદર્શન વગેરેની વાતને નકારી કાઢવામાં આવી

  • Exit Poll ના દિવસે આટલા લોકો હાજર રહ્યા હતા

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Khadge ના નિવાસસ્થાને મળેલી વિપક્ષી નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "પરિણામો જાહેર થયા બાદ INDIA Alliance ના નેતાઓ ચોક્કસપણે મળશે." તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે જો ચૂંટણી પરિણામો તેમની વિરુદ્ધ જશે તો વિરોધ પક્ષો વિરોધ કરશે. જોકે વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે 543 લોકસભા બેઠકોમાંથી 295 થી વધુ બેઠકો જીતીને કેન્દ્ર સરકાર બનાવશે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) એ દાવો કર્યો છે કે તે સતત ત્રીજી વખત સરકાર બનાવશે. તમામ એક્ઝિટ પોલે પણ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે. જોકે, વિપક્ષી નેતાઓએ આ એક્ઝિટ પોલના આંકડાઓને ફોટા આંકડાઓ ગણાવ્યા છે.

Advertisement

કોઈપણ પ્રકારના પ્રદર્શન વગેરેની વાતને નકારી કાઢવામાં આવી

INDIA Alliance ના નેતાઓ ભાવિ રણનીતિ પર ચર્ચા કરશે. તે ઉપરાંત આ બેઠકમાં અપેક્ષા અને મૂલ્યાંકનના આધારે બેઠકો ઉપલબ્ધ થશે તો અન્ય વિકલ્પો પર ચર્ચા કરવામાં આવશે. જો અપેક્ષા મુજબ બેઠકો નહીં મળે તો પ્રદર્શન, પ્રેસ કોન્ફરન્સ, પ્રમુખને મળવા સહિતના અન્ય વિકલ્પો પર ચર્ચા કરવામાં આવશે. તો ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવાની રણનીતિ પણ વિચારી શકાય. જોકે જયરામ રમેશની એક્સ પોસ્ટમાં કોઈપણ પ્રકારના પ્રદર્શન વગેરેની વાતને નકારી કાઢવામાં આવી છે.

Exit Poll ના દિવસે આટલા લોકો હાજર રહ્યા હતા

આ અગાઉ યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Khadge, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, સપાના વડા અખિલેશ યાદવ, એનસીપીના નેતા શરદ પવાર, જિતેન્દ્ર આવ્હાડ, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, ડીએમકેના ટી.આર. બાલુ, આરજેડીમાંથી તેજસ્વી યાદવ અને સંજય યાદવ, જેએમએમમાંથી ચંપાઈ સોરેન અને કલ્પના સોરેન, નેશનલ કોન્ફરન્સમાંથી ફારૂક અબ્દુલ્લા, સીપીઆઈમાંથી ડી. રાજા, સીપીઆઈ(એમ)માંથી સીતારામ યેચુરી, શિવસેના (ઉદ્ધવ જૂથ), સીપીઆઈ (ઉદ્ધવ જૂથ)માંથી અનિલ દેસાઈ. સીપીઆઈ (એમએલ) તરફથી એમએલ દિપાંકર ભટ્ટાચાર્ય અને બિહારની વીઆઈપી પાર્ટીના મુકેશ સાહની હાજર હતા.

Advertisement

આ પણ વાંચો: EVM – Exit Poll સામે વિપક્ષના સવાલ પર સુધાંશુ ત્રિવેદી ભડક્યાં! કહ્યું- આખા દેશને પપ્પુ…

Tags :
Advertisement

.