Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Restaurant Fire: એકસાથે 3 રેસ્ટોરેન્ટમાં લાગી વિકરાળ આગ, દિલ્હી કાળા ધુમાડાથી ઢંકાયું

Delhi Restaurant Fire: તાજેતરમાં Delhi ના Shaheen bagh માંથી શોટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગને કારણે એક સાથે 3 રેસ્ટોરન્ટમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ આગ પર કાબૂ મેળવવા માટે 18...
delhi restaurant fire  એકસાથે 3 રેસ્ટોરેન્ટમાં લાગી વિકરાળ આગ  દિલ્હી કાળા ધુમાડાથી ઢંકાયું

Delhi Restaurant Fire: તાજેતરમાં Delhi ના Shaheen bagh માંથી શોટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ આગને કારણે એક સાથે 3 રેસ્ટોરન્ટમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ આગ પર કાબૂ મેળવવા માટે 18 Fire Brigade ની ગાડીઓ આવી પહોંચી હતી. જેના કારણે આગ પર ભારે જેહમત બાદ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ Delhi ના Shaheen bagh માં આવેલા ચાલીસ ફૂટ રીંગ રોડ પર લાગી હતી.

Advertisement

  • આગમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી

  • સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા

  • ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી

જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી. પરંતુ આ ઘટનામાં મોટા પ્રમાણમાં માલ-સામનને નુકસાન પહોંચ્યું છે. તો Fire Brigade ના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, અમને 5 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો કે, Shaheen baghમાં આવેલા 40 ફૂટ રોડ પર ભીષણ આગ લાગી છે. ત્યારે તાત્કાલિક ધોરણે અમે ઘટના સ્થળ પહોંચી બચાવ કામગીરી સાથે આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો માર શરુ કરવામાં આવ્યો હતો.

Advertisement

સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા

તે ઉપરાંત આગમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. Fire Brigade ની ટીમે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. બીજી તરફ પોલીસે સ્થાનિક લોકોને સ્થળ નજીક આવતા અટકાવ્યા હતા. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. કાળઝાળ ગરમીમાં આગ લાગવાના બનાવો ઝડપથી વધી રહ્યા છે. આગની ઘટનાઓને કારણે Delhi ના લોકો ભારે ભયમાં છે.

આ પણ વાંચો: UP Police Video: છોકરીની છેડતી કરી યોગીને આપી Challange, પછી થઈ જોવા જેવી!

Advertisement

Tags :
Advertisement

.