Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Fire : શાહદરામાં એક બિલ્ડિંગમાં લાગી આગ, ચાર લોકોના મોત...

દિલ્હી (Delhi)ના શાહદરા (Shahdara)માં એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીંના રામ નગરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે. મામલાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ડીસીપી...
delhi fire   શાહદરામાં એક બિલ્ડિંગમાં લાગી આગ  ચાર લોકોના મોત

દિલ્હી (Delhi)ના શાહદરા (Shahdara)માં એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીંના રામ નગરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે. મામલાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ડીસીપી શાહદરા (Shahdara) સુરેન્દ્ર ચૌધરીએ અકસ્માતની પુષ્ટિ કરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, દિલ્હી(Delhi)ના શાહદરા (Shahdara) સાંજે ચાર માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક બાળક સહિત ચાર લોકોના કરૂણ મોત થયા હતા. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે બિલ્ડિંગની અંદર એક બાળક સહિત કુલ છ લોકો ફસાયા હતા, જેમને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યા હતા. આ પછી દરેકને જીટીબી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. આગ અને ધુમાડાના કારણે ઘાયલ અન્ય લોકોની સારવાર ચાલુ છે.

Advertisement

આગ કેવી રીતે લાગી?

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર વાઇપર, રબર અને કટિંગ મશીન પડેલા હતા.આગ અહીંથી શરૂ થઈ અને થોડી જ વારમાં આગ આખી ઈમારતને લપેટમાં લઈ ગઈ.હાલ પોલીસ આગના કારણની તપાસ કરી રહી છે. આ દરમિયાન ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.તેઓએ લગભગ 06.55 વાગ્યે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.અંદર ફસાયેલા એક બાળક સહિત કુલ છ લોકોને પોલીસ દ્વારા પીસીઆર અને એમ્બ્યુલન્સની મદદથી બેભાન હાલતમાં જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : Bihar Political Crisis : લાલુ યાદવે નીતિશને 5 વખત કર્યો ફોન, બિહાર CM એ વાત કરવાનો કર્યો ઇનકાર…

Advertisement

આ પણ વાંચો : Akhilesh Yadav : વિપક્ષ કેવી રીતે NDA ને હરાવશે, અખિલેશ યાદવે કર્યો ખુલાસો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

.