Bangladesh-India: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં આ કરાર પર હસ્તાક્ષર થયા
Bangladesh-India: તાજેતરમાં Bangladesh ના વડાપ્રધાન Sheikh Hasina ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને Bangladesh ના વડાપ્રધાન Sheikh Hasina વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં બંને દેશ માટે ખાસ કરાર કરવામાં આવ્યા હતાં.
Bangladesh ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે
ત્યારે ભારત અને Bangladesh વચ્ચે આર્થિક ભાગીદારી કરાર પર સંમતી દર્શાવવામાં આવી છે. તો પીએમ મોદીએ કહ્યું કે Bangladesh ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે અને ભારત Bangladesh સાથેના સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. બંને પક્ષોએ ડિજિટલ ડોમેન, મેરીટાઇમ ડોમેન અને રેલ્વે કનેક્ટિવિટીના ક્ષેત્રો સહિત વ્યાપક-આધારિત સંબંધોને આગળ વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
તો દ્વીપક્ષીય બેઠક દરમિયાન Bangladesh ના પીએમ Sheikh Hasina એ કહ્યું કે ભારત અમારો મુખ્ય પાડોશી, વિશ્વસનીય મિત્ર અને પ્રાદેશિક ભાગીદાર છે. Bangladesh ભારત સાથેના તેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જે 1971 ના યુદ્ધથી શરૂ થયું હતું.
બંને દેશ વચ્ચે નીચે મુજબના કરાર થયા
- Bangladesh ના તબીબી દર્દીઓ માટે ઇ-વિઝા
- Bangladesh ના રંગપુરમાં ભારતના નવા સહાયક ઉચ્ચાયોગ
- રાજશાહી અને કોલકાતા વચ્ચે નવી રેલ સેવા
- ચટગાંવ અને કોલકાતા વચ્ચે નવી બસ સેવા
- ગેડે-દર્શના અને હલ્દીબારી-ચિલાહાટી વચ્ચે દલગાંવ સુધી માલસામાન ટ્રેન સેવાઓનો પ્રારંભ
- અનુદાન સહાય હેઠળ સિરાજગંજમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) નું બાંધકામ
- ભારતીય ગ્રીડ દ્વારા નેપાળથી Bangladesh માં 40 મેગાવોટ વીજળીની નિકાસની શરૂઆત
- ગંગા જળ સંધિના નવીકરણ અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત ટેકનિકલ સમિતિ
- Bangladesh ની અંદર તિસ્તા નદીના સંરક્ષણ અને વ્યવસ્થાપન પરના પ્રોજેક્ટ માટે ટેકનિકલ પ્રતિનિધિમંડળની Bangladesh ની મુલાકાત
- Bangladesh પોલીસ અધિકારીઓ માટે 350 તાલીમ સ્લોટ
- તબીબી દર્દીઓ માટે મુક્તિજોદ્ધા યોજના, જેની મહત્તમ મર્યાદા દર્દી દીઠ પ્રતિ વર્ષ 8 લાખ રૂપિયા છે
- Bangladesh ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાશે
- UPI લોન્ચ કરવા માટે NPCI અને Bangladesh બેંક વચ્ચે વાણિજ્યિક કરાર
આ પણ વાંચો: FRIENDSHIP:આકાશ, સમુદ્ર અને ધરા પર ભારત-બાંગ્લાદેશની દોસ્તી નવો અધ્યાય લખશે!