Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Atal Setu Bridge: વિશ્વનો સૌથી લાંબો અને અદ્યતન પુલ અટલ સેતુ પર 6 મહિના બાદ તિરાડો દેખાઈ

Atal Setu Bridge: મહારાષ્ટ્રના મુંબઈમાં નવા બનેલા Atal Bridge ને લઈને આજરોજ રાજકારણ ગરમાયું હતું. જોકે તાજેતરમાં Atal Setu પર તિરાડો પડવા લાગી હોય તેવા સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. તો આ ઘટનાને લઈ વિપક્ષ દ્વારા...
atal setu bridge  વિશ્વનો સૌથી લાંબો અને અદ્યતન પુલ અટલ સેતુ પર 6 મહિના બાદ તિરાડો દેખાઈ

Atal Setu Bridge: મહારાષ્ટ્રના મુંબઈમાં નવા બનેલા Atal Bridge ને લઈને આજરોજ રાજકારણ ગરમાયું હતું. જોકે તાજેતરમાં Atal Setu પર તિરાડો પડવા લાગી હોય તેવા સોશિયલ મીડિયા પર ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. તો આ ઘટનાને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર આરોપો લગાવવામાં આવ્યા હતા.

Advertisement

  • Atal Setu પુલ પર તિરાડો પડવા લાગી

  • કોંગ્રેસ સરકારને બદનામ કરવાની કોશિશ કરી રહી

  • હાંસિયામાં ધકેલાઈ ગયેલી સરકાર માટે આ મોટો ફટકો

ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે છ મહિના પહેલા ઉદ્ઘાટન કરાયેલ Atal Setu ને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. તો ગણતરીના સમયમાં 18 કરોડમાં તૈયાર કરવામાં આવેલા વિશ્વના સૌથી લાંબા પુલ પર તિરાડો પડવા લાગી છે. આ ઘટના પરથી દેખાય રહ્યું છે કે, Atal Setu બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પણ તે સ્થળની મુલાકાત લીધી જ્યાં અણબનાવ થયો હોવાનું કહેવાય છે.

કોંગ્રેસ સરકારને બદનામ કરવાની કોશિશ કરી રહી

Advertisement

હવે આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો છે. ડેપ્યુટી સીએમએ આજરોજ રાત્રે ટ્વિટ કરીને કહ્યું કે Atal Setu માં કોઈ તિરાડ નથી. તેમજ Atal Setu ને કોઈ ખતરો નથી. જે તસવીર સામે આવી છે તે એપ્રોચ રોડની છે. Atal Setu પર કોઈ તિરાડ નથી કે Atal Setu ને કોઈ ખતરો નથી. આ તસવીર એપ્રોચ રોડની છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ જુઠ્ઠનો સહારો લઈને સરકારને બદનામ કરવાની કોશિશ કરી રહી છે.

હાંસિયામાં ધકેલાઈ ગયેલી સરકાર માટે આ મોટો ફટકો

ડેપ્યુટી સીએમના વળતા પ્રહાર પહેલા નાના પટોલેએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે ત્રણ મહિના પહેલા ઉદ્ઘાટન કરાયેલા Atal Bridge માં હવે તિરાડો પડી ગઈ છે તે ચિંતાનો વિષય છે. તિરાડને કારણે ત્યાંથી પસાર થતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે. મુંબઈમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી સરકાર માટે આ મોટો ફટકો છે. મેં મારા સાથીઓ સાથે Atal Bridge નું પણ નિરીક્ષણ કર્યું.

Advertisement

આ પણ વાંચો: Kallakurichi hooch tragedy: તમિલનાડુમાં ઝેરી દારૂથી 165 થી વધુ લોકો ગંભીર રીતે બીમાર, 50 થી વધુના મોત

Tags :
Advertisement

.