Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરુણાચલ પ્રદેશમાં ભારજપની ઐતિહાસિક જીત, 60 માંથી 46 બેઠકો પર ભગવો લહેરાવ્યો

Assembly Election Result 2024: Arunachal Pradesh ની 50 વિધાનસભા બેઠકો માટે 19 એપ્રિલે યોજાયેલી મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. અહીં કુલ 133 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો છે. મતગણતરી શરૂ થતાં જ BJP...
અરુણાચલ પ્રદેશમાં ભારજપની ઐતિહાસિક જીત  60 માંથી 46 બેઠકો પર ભગવો લહેરાવ્યો

Assembly Election Result 2024: Arunachal Pradesh ની 50 વિધાનસભા બેઠકો માટે 19 એપ્રિલે યોજાયેલી મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. અહીં કુલ 133 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો છે. મતગણતરી શરૂ થતાં જ BJP એ લીડ મેળવવાનું શરૂ કરી દીધું હતું. BJP 46 બેઠકો કબજે કરી છે. આ ઉપરાંત કોંગ્રેસના ખાતામાં 1, અન્યના ખાતામાં 8 અને NPP ના ખાતામાં 5 બેઠક આવી છે.

Advertisement

  • 2019 ની ચૂંટણીમાં BJP 41 વિધાનસભા બેઠકો જીતી હતી

  • આપણી સાથે અન્ય લોકો પણ સંપૂર્ણ રાજ્યમાંથી જોડાય

  • હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે

19 એપ્રિલે યોજાયેલી Assembly Election માં 82.71 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતગણતરી કેન્દ્રો પર મીડિયા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. 2019 ની ચૂંટણીમાં BJP 41 વિધાનસભા બેઠકો જીતી હતી. અરુણાચલ વિધાનસભાની 33 બેઠકો અરુણાચલ પશ્ચિમ સંસદીય ક્ષેત્રમાં આવે છે.

Advertisement

આપણી સાથે અન્ય લોકો પણ સંપૂર્ણ રાજ્યમાંથી જોડાય

PM Modi એ અરૂણાચલ પ્રદેશમાં ભાજપના કાર્યકારોની પ્રશંસા કરી હતી. તે ઉપરાંત એક X.com પર લખીને જણાવ્યું હતું કે, હું Assembly Election અંતર્ગત Arunachal Pradesh ના તમામ ભાજપ કાર્યકારોની મહેનત દ્વારા આ જીત મળી શકી છે. હું તેમની મહેનતની પ્રશંસા કરૂ છું. તે ઉપરાંત આશા રાખુ છું કે આવનારા સમયમાં આપણી સાથે અન્ય લોકો પણ સંપૂર્ણ રાજ્યમાંથી જોડાય.

Advertisement

હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે

Arunachal Pradesh માં ભાજપને બહુમતી મળ્યા બાદ PM Modi એ Arunachal Pradesh ના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X.com પર પોસ્ટ કરીને લખ્યું, "આભાર Arunachal Pradesh ! આ અદ્ભુત રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી પાર્ટી રાજ્યના વિકાસ માટે હજુ પણ વધુ ઉત્સાહ સાથે કામ કરવાનું ચાલુ રાખશે."

Arunachal Pradesh માંથી બિનહરીફ જીતેલા BJP ના ઉમેદવારો નીચે મુજબ છે

  • પેમા ખંડ (મુક્તો બેઠક)
  • ડોંગરુ સિઓંગજુ (બોમડિલા બેઠક)
  • ટેચી કાસો (ઇટાનગર બેઠક)
  • રતુ ટેચી (સાગલી બેઠક)
  • હાગે અપ્પા (ઝીરો હાપોલી બેઠક)
  • જીક્કે તકો (તાળી બેઠક)
  • ન્યાતો દુકમ (તાલિહા બેઠક)
  • મુચુ મીઠી (રોઇંગ બેઠક)
  • દસંગુલ બ્રિજ (હ્યુલિયાંગ બેઠક)
  • ચૌના મીન (ચૌખમ બેઠક)

આ પણ વાંચો: સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં SKM પાર્ટીએ મચાવી ધૂમ, ભાજપ-કોંગ્રેસ રહી શૂન્ય પર સવાર

Tags :
Advertisement

.