Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chardham Yatra Devotees: યાત્રામાં અત્યાર સુધી 11 લાખ લોકો જોડાયા, મોતનો વિશાળ આંકડો જાણો અહેવાલમાં

Chardham Yatra Devotees: ઉત્તરખંડ (uttarakhand) ની ચારધામ યાત્રા (Chardham Yatra) નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તો ચારધામ યાત્રા (Chardham Yatra) માં આવેલા શ્રદ્ધાળુ (Devotee) ઓને લઈને રિપોર્ટ જાહેર...
chardham yatra devotees  યાત્રામાં અત્યાર સુધી 11 લાખ લોકો જોડાયા  મોતનો વિશાળ આંકડો જાણો અહેવાલમાં

Chardham Yatra Devotees: ઉત્તરખંડ (uttarakhand) ની ચારધામ યાત્રા (Chardham Yatra) નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તો ચારધામ યાત્રા (Chardham Yatra) માં આવેલા શ્રદ્ધાળુ (Devotee) ઓને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત આ વર્ષે કેન્દ્રનાથ (Kedarnath) માં 11 લાખની આસપાસ લોકો અત્યાર સુધીમાં દર્શન કરવામાં માટે આવી ચૂક્યા છે.

Advertisement

  • ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો

  • ગત વર્ષ કરતાં યમુનોત્રીમાં 127% વધુ લોકો આવ્યા

  • મોટાભાગના લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા

તો બીજી તરફ Chardham Yatra માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આશરે 31 લાખ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે 31 મેના રોજ Chardham Yatra માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સેવા બંધ કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત આ વર્ષે અત્યાર સુધીમાં Chardham Yatra ની અંદર આશરે 64 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જોકે આ તમામ લોકો કોઈ એક સચોટ કારણોસર મર્યા નથી.

Advertisement

આ પણ વાંચો: Gurudwara hemkund sahib: શીખોના પવિત્ર તીર્થસ્થળ હેમકુંડ સાહિબના કપાટ ચમોલીમાં ખુલ્લા મૂકાયા

ગત વર્ષ કરતાં યમુનોત્રીમાં 127% વધુ લોકો આવ્યા

તો બીજી તરફ દિવસે અને દિવસે Chardham Yatra માં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે Uttarakhand, Kedarnath અને Badrinath માં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મૃતક 64 લોકો પૈકી કેદારનાથમાં 27, બદ્રીનાથમાં 21, યમુનોત્રામાં 13 અને ગંગોત્રમાં 3 લોકોના મોત થયા હતા. જોકે ગત વર્ષની સરખામણીમાં યમુનોત્રીમાં 127% અને કેદારનાથમાં 156% શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: IMD એ આપ્યા સારા સમાચાર, ભારે વરસાદ માટે તૈયાર રહો, જાણો ક્યારે મળશે હીટવેવથી રાહત?

મોટાભાગના લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા

તો Chardham Yatra દરમિયાન મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે અને જેઓ બીમાર છે તેમને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આમ છતાં જો કોઈ પ્રવાસે જતું હોય તો તેને ફોર્મ ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Swati Maliwal Case : બિભવ કુમારને કોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી…

Tags :
Advertisement

.