Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Migrant birds-વિદેશી પક્ષીઓ ભરૂચમાં મહેમાન

Migrant birds ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર શિયાળાની ઠંડીમાં વહેલી સવારે એક કલાક માટે વિદેશી પક્ષીઓ (Migrant birds)ની ઉડાઉડ જોવા મળે છે અને આ પક્ષીઓની દ્રશ્ય ઘણા લોકો મોબાઇલમાં કેદ પણ કરી રહ્યા છે. વિદેશી પક્ષીઓ (Migrant...
migrant birds વિદેશી પક્ષીઓ ભરૂચમાં મહેમાન
Migrant birds ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર શિયાળાની ઠંડીમાં વહેલી સવારે એક કલાક માટે વિદેશી પક્ષીઓ (Migrant birds)ની ઉડાઉડ જોવા મળે છે અને આ પક્ષીઓની દ્રશ્ય ઘણા લોકો મોબાઇલમાં કેદ પણ કરી રહ્યા છે.
વિદેશી પક્ષીઓ (Migrant birds)ને બ્રિજ ઉપરથી પસાર થતાં નોકરિયાત વાહન ચાલકો ચણ પણ નાખી રહ્યા છે અને આ દ્રશ્ય માત્ર વહેલી સવારે એક કલાક માટે જ આ અદભુત દ્રશ્ય જોવા મળે છે
શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી Migrant birds પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.ધોમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા,પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે.
કાગડા કરતાં સહેજ મોટા કદનાં આ પક્ષી Migrant birds નું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે.ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર શિયાળાની ઠંડીમાં વહેલી સવારે આવા જ પક્ષીઓની ઉડાઉડ જોવા મળી રહી છે અને પક્ષીઓને ખોરાક પણ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો નોકરિયાત પૂરો પાડી રહ્યા છે
સીગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સીગલ અને મોટા સીગલ, જેમાં નાના સીગલના પણ ત્રણ પ્રકાર છે, બ્લેકહેડ જેનું માથું કાળુ હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે. લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના પ્રકાર છે. સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. અને આવા જ પક્ષીઓ Migrant birds એ પવિત્ર નર્મદા નદી ઉપર ઉડા ઉડ કરી મૂકી રહ્યા છે
અહેવાલ : દિનેશ મકવાણા ભરૂચ
Advertisement
Tags :
Advertisement

.