Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેનેડામાં ખાલિસ્તાનનું સમર્થન કરનારા અનેક સંગઠનો, પાકિસ્તાનના ઇશારે કરી રહ્યા છે કામ

આતંકવાદી જૂથોને સમર્થન આપતા ઓછામાં ઓછા નવ અલગાઉવાદી સંગઠનો કેનેડામાં પોતાની પ્રવૃતિઓ ચલાવે છે.   અનેક વિનંતીઓ છતાં કેનેડાએ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિતના જઘન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કોઈ પગલાં લીધાં નથી. અધિકારીઓએ મંગળવારે અહીં આ માહિતી આપી....
કેનેડામાં ખાલિસ્તાનનું સમર્થન કરનારા અનેક સંગઠનો  પાકિસ્તાનના ઇશારે કરી રહ્યા છે કામ
આતંકવાદી જૂથોને સમર્થન આપતા ઓછામાં ઓછા નવ અલગાઉવાદી સંગઠનો કેનેડામાં પોતાની પ્રવૃતિઓ ચલાવે છે.   અનેક વિનંતીઓ છતાં કેનેડાએ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિતના જઘન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કોઈ પગલાં લીધાં નથી. અધિકારીઓએ મંગળવારે અહીં આ માહિતી આપી.
ભારતીય સત્તાવાળાઓએ અનેક રાજદ્વારી અને સુરક્ષા વાટાઘાટોમાં વોન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના દેશનિકાલનો મુદ્દો ઉઠાવ્યો છે
અધિકારીઓએ કહ્યું કે કેનેડામાં ખાલિસ્તાન તરફી સંગઠનો જેમ કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO), ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF), શીખ ફોર જસ્ટિસ (SFJ) અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) કથિત રીતે પાકિસ્તાનના ઈશારે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે, . તેમણે કહ્યું કે કેનેડિયન નાગરિક ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડિયન અધિકારીઓ અને નેતાઓ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. ભારતીય સત્તાવાળાઓએ અનેક રાજદ્વારી અને સુરક્ષા વાટાઘાટોમાં વોન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના દેશનિકાલનો મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ કેનેડિયન સત્તાવાળાઓએ આ આતંકવાદી તત્વોને સમર્થન આપીને આંખ આડા કાન કર્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેનેડાને ઘણા દસ્તાવેજો સોંપવામાં આવ્યા છે પરંતુ ભારત તરફથી દેશનિકાલની વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવી નથી.
આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આઠ લોકો અને પાકિસ્તાનની ISI સાથે કાવતરું ઘડનારા કેટલાક ગેંગસ્ટરોને કેનેડામાં સુરક્ષિત આશ્રય
ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનો કે જેઓ આતંકવાદી જૂથોને સમર્થન આપે છે તેઓ કેનેડામાં વસવાટ ધરાવે છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આઠ લોકો અને પાકિસ્તાનની ISI સાથે કાવતરું ઘડનારા કેટલાક ગેંગસ્ટરોને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેમણે કહ્યું કે આ લોકોની દેશનિકાલની વિનંતી વર્ષોથી કેનેડિયન સત્તાવાળાઓ પાસે પેન્ડિંગ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ લોકોમાં ગુરવંત સિંહનો પણ સમાવેશ થાય છે, જેઓ 1990ના દાયકાની શરૂઆતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને તેમની સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પેન્ડિંગ છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સત્તાવાળાઓએ ગુરપ્રીત સિંહનું કેનેડામાં સરનામું આપ્યું હતું અને તેને આતંકવાદી કેસોમાં દેશનિકાલ કરવાની વિનંતી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ખતરનાક ગેંગસ્ટરો સામે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ કોઇ કાર્યવાહી ન કરી 
તેમણે કહ્યું હતું કે 16 ફોજદારી કેસોમાં વોન્ટેડ અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા, પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારનાર સતીન્દરજીત સિંહ બ્રાર ઉર્ફે ગોલ્ડી બ્રાર સહિતના ખતરનાક ગેંગસ્ટરો સામે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના દેશનિકાલની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કેનેડિયન સરકારે કાર્યવાહી ન કરી
Advertisement
Tags :
Advertisement

.