Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૂટણખાનું ચલાવવા માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા!

Madras High Court સમક્ષ એક ચોંકાવનારી અરજી દાખલ કરવામાં આવી છે. એક Practitioner Lawyer તમિલનાડુમાં Brothel શરૂ કરવા માટે સુરક્ષાની માગ કરતી એક અરજી કોર્ટ સમક્ષ દાખલ કરી છે. જસ્ટિસ બી પુગલેન્ધીની બેન્ચે વકીલની અરજી પર આકરી પ્રતિક્રિયા આપી હતી....
કૂટણખાનું ચલાવવા માટે વકીલે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

Madras High Court સમક્ષ એક ચોંકાવનારી અરજી દાખલ કરવામાં આવી છે. એક Practitioner Lawyer તમિલનાડુમાં Brothel શરૂ કરવા માટે સુરક્ષાની માગ કરતી એક અરજી કોર્ટ સમક્ષ દાખલ કરી છે. જસ્ટિસ બી પુગલેન્ધીની બેન્ચે વકીલની અરજી પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તો આ પ્રકારની અરજી પર કોર્ટે કડક વલણ અપનાવતા વકીલ પર દંડ કરીને તેની વકીલની ડિગ્રી પરત લેવાનો આદેશ જાહેર કર્યો છે.

Advertisement

  • અરજીને નામંજૂર કરીને વકીલ પર રોષ પ્રગટ કર્યો

  • પ્રતિષ્ઠિત સંસ્થાના સ્નાતક વકીલોને સદસ્યતા આપવી જોઈએ

  • અરજીમાં જણાવ્યું હતું કે તે એક ટ્રસ્ટ ચલાવે છે

જોકે આ Practitioner Lawyer રાજા મુરુગન કન્યાકુમારીના નાગરકોઈલ વિસ્તારમાં એક વેશ્યાલાય ચલાવતો હતો. તો આ મામલે પોલીસને જાણ થતા, પોલીસે વકીલ વિરુદ્ધ કેસ દાખલ કરીને તેના વેશ્યાલાય પર દરોડા પાડ્યા હતા. ત્યારે Practitioner Lawyer એ મદ્રાસ કોર્ટમાં Brothel ચલાવવા અને તેની કાયદાકીય સુરક્ષા આપવા માટે અરજી કરી છે. તે ઉપરાંત વકીલે તેના વિરુદ્ધ પોલીસમાં દાખલ થયેલી FIR ને લઈને પણ અરજી કરી હતી.

પ્રતિષ્ઠિત સંસ્થાના સ્નાતક વકીલોને સદસ્યતા આપે

Advertisement

ત્યારે જસ્ટિસ બી પુગલેન્ધીની બેન્ચે Practitioner Lawyer ની અરજીને નામંજૂર કરીને વકીલ પર રોષ પ્રગટ કર્યો હતો. તે ઉપરાંત Practitioner Lawyer પર 10 હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તો મદ્રાસ કોર્ટે નિવેદન જાહેર કર્યું હતું કે, આ સમયે એવો છે જેમાં સમાજની અંદર વકીલો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્યારે બાર કાઉંસિલને અમે સુનિશ્ચિત કરવા માગઈએ છીએ કે, તેઓ પ્રતિષ્ઠિત સંસ્થાના સ્નાતક વકીલોને સદસ્યતા આપે.

અરજીમાં જણાવ્યું હતું કે તે એક ટ્રસ્ટ ચલાવે છે

રાજા મુરુગને અરજીમાં જણાવ્યું હતું કે તે એક ટ્રસ્ટ ચલાવે છે, જેમાં પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી સેક્સ અંગે કાઉન્સેલિંગ અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને થેરાપ્યુટિક ઓઈલ બાથ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેના પર Madras High Court એ કહ્યું કે રાજા મુરુગને બુદ્ધદેવ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટા સંદર્ભમાં સમજ્યો છે. સુપ્રીમ કોર્ટે બુદ્ધદેવ કેસ હેઠળ સેક્સ વર્કરોની તસ્કરી અટકાવવા અને તેમના પુનર્વસનની ખાતરી આપી હતી.

Advertisement

આ પણ વાંચો: Olympic માં 75% ખેલાડીઓ Sex નો આનંદ માણે છે, વાંચો અહેવાલ...

Tags :
Advertisement

.