Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

10-10 લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલને બચાવવા તેના વકીલે આ દલીલો કરી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપી તથ્ય પટેલના 5 દિવસના રીમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની...
10 10 લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલને બચાવવા તેના વકીલે આ દલીલો કરી
Advertisement

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપી તથ્ય પટેલના 5 દિવસના રીમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની તપાસની પણ જરૂર હોવાનું તેમણે કહ્યું. સાથે જ આરોપીના મોબાઈલ ફોનની તપાસ પણ જરૂરી હોવાની દલીલ કરાઇ હતી. એવી દલીલ પણ કરાઇ હતી કે આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સાથે જ આરોપી કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો તેની તપાસ પણ જરૂર હોવાનું કહેવાયું હતું..

આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું હોવાની દલીલ 

Advertisement

આરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે આરોપીને માર માર્યો તેનો વિડિયો છે પણ માર મારવા સામે કોઈ ફરિયાદ નહી. અનેક રજૂઆત કરી પણ ફરિયાદ ન લેવાઇ. કોર્ટ ને વિનંતી કે અમારી ફરિયાદ પણ લેવામાં આવે. પિતા વિરુદ્ધ આરોપ લગાવ્યો કે ગાળો બોલી પરંતુ તેવો એક પણ વીડિયો નથી , અને ગાળો બોલવા સામે કોઇ કલમ નથી, આરોપી તથ્યના વકીલે દલીલ કરી કે આરોપીના મૂળભૂત હકોનું હનન થઇ રહ્યું છે.

Advertisement

મરનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોવી જોઇએ તેવી દલીલ 

આરોપીના વકીલ નિસાર વૈદ્યે દલીલ કરી હતી કે 19 વર્ષનો છોકરો સીમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થયું. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટના સ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. મરનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આરોપીના માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટના સ્થળે ગયા.આરોપીના વકીલે એવી પણ દલીલ કરી કે રાત્રે 12.30 બનાવ બને છે. ત્યાં એક એક્સિડેન્ટ પહેલાથી હતો પરંતુ પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ મૂક્યા ન હતા. તેમણે કહ્યું કે આ કાવતરુ કે મર્ડર નથી. કારમાં જે-જે હતા તે લોકો તો સામેથી હાજર થયા છે.

આરોપી આખા રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી તે ન કહી શકે તેવી દલીલ 

આરોપી તથ્યના વકીલે દલીલ કરી હતી કે, આરોપી આખા રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી તે ન કહી શકે. આરોપી કહે કે 20ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે? આ માટે FSLની ટીમ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં ડેમોસ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ? મોબાઈલ ફોન પોલીસ પાસે છે. કોને કોને ફોન કર્યા તે જોઈ લો.

વકીલે કહ્યું  પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા 

રિમાન્ડના મુદ્દા માટે આરોપીની જરૂર નહીં. જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે. કંપની પાસે માહિતી મંગાતા તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમાં હોય જ. આરોપી યુટ્યુબર અને કમ્પોસર તેમજ સિંગર છે. તથ્યના વકીલે દલીલ કરી કે અકસ્માત કરે તેના બંધારણીય હક રદ્દ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા નથી ભાગ્યા. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા છૂપાવ્યો નથી. CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદ્દામાં આરોપીની ઉપસ્થિતિની જરૂર નહીં.

Tags :
Advertisement

.

×