Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ 'Statue of Unity' નિહાળી, સરદાર સરોવર ડેમની પણ લીધી મુલાકાત

ભૂતાનનાં (Bhutan) રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે (Prime Minister Tshering) માટે સોમવારની તેમની 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની (Statue of Unity) મુલાકાત યાદગાર બની રહી છે. ભારતનાં પડોશી દેશ ભૂતાનનાં આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી...
ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ  statue of unity  નિહાળી  સરદાર સરોવર ડેમની પણ લીધી મુલાકાત

ભૂતાનનાં (Bhutan) રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે (Prime Minister Tshering) માટે સોમવારની તેમની 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ની (Statue of Unity) મુલાકાત યાદગાર બની રહી છે. ભારતનાં પડોશી દેશ ભૂતાનનાં આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા.

Advertisement

ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભૂતાનનાં પારંપારિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તૂતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. અહીં સરવેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી.

Advertisement

બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજા મહોદય અને પ્રધાનમંત્રી વ્યુઈંગ ગેલેરી પહોંચ્યા હતા. ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો (Sardar Sarovar Dam) નજારો નિહાળ્યો હતો. અહીં, મહાનુભાવોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદભૂ સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે (King Jigme Khesar Namgyel Wangchuck) મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી, જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે "ભારતને શુભકામના અને સ્મરણ."

Advertisement

ભૂતાનનાં આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. અહીં, સરદાર સરોવરનાં કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાનાં નિરાકરણની વિગતો આપવામાં આવી હતી. તે બાદ ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેને માનસર વિદાય આપવામાં આવી હતી. આ મુલાકાત વેળાએ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma), ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા, ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેતસોપ નામગ્યેલ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, એસઓયુનાં વડા મૂકેશ પૂરી, કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, સીઇઓ ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : ચાંદીપુરા વાઇરસે વધુ બે માસૂમોનો લીધો ભોગ! પહેલા ઝાડા-ઉલટી થયા પછી..!

આ પણ વાંચો - Yuvraj Singh Jadeja ના ગંભીર આરોપ, કહ્યું- છેલ્લા 10 વર્ષનાં પરિણામોને ક્રોસ ચેક કરવામાં આવે તો..!

આ પણ વાંચો - Ahmedabad માં નોંધાયો ચાંદીપુરા વાઇરસનો પહેલો કેસ, એક બાળકો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Tags :
Advertisement

.