Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મણીપુર હિંસાનું ખાલિસ્તાની કનેક્શન, કેનેડામાં આદિવાસી નેતાના ભાષણ બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

કેનેડામાં હાજર મણિપુરના કુકી-જો જનજાતિ સમુહના એક નેતાએ ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, ઓગસ્ટની શરૂઆતમાં, કેનેડાના સરે શહેરના એ જ ગુરુદ્વારામાં આયોજિત એક કાર્યક્રમમાં મણિપુર હિંસા પર ભાષણ...
મણીપુર હિંસાનું ખાલિસ્તાની કનેક્શન  કેનેડામાં આદિવાસી નેતાના ભાષણ બાદથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

કેનેડામાં હાજર મણિપુરના કુકી-જો જનજાતિ સમુહના એક નેતાએ ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, ઓગસ્ટની શરૂઆતમાં, કેનેડાના સરે શહેરના એ જ ગુરુદ્વારામાં આયોજિત એક કાર્યક્રમમાં મણિપુર હિંસા પર ભાષણ આપવામાં આવ્યું હતું, જેમાં ચીફ તરીકે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હતો. આવી સ્થિતિમાં મણિપુર હિંસા અને ખાલિસ્તાની ગતિવિધિઓ વચ્ચે કડી હોવાની ચર્ચા છે.

Advertisement

NAMTAએ 7 ઓગસ્ટના રોજ ફેસબુક અને ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યા હતા

'નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઇબલ એસોસિએશન' (NAMTA)ના કેનેડિયન ચીફ લીએન ગંગટેએ તેમના ભાષણમાં ભારતમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે કેનેડા પાસેથી શક્ય તમામ મદદ માટે પણ વિનંતી કરી હતી. NAMTAએ 7 ઓગસ્ટના રોજ ફેસબુક અને ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યા હતા. જો કે, ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાનો ભારત પર આરોપ લગાવ્યા બાદ જ્યારે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધવા લાગ્યો ત્યારે આ સંગઠને ધીરે ધીરે આ વીડિયો ડિલીટ કરી દીધા.

Advertisement

લીન ગંગટેએ શું કહ્યું જેનાથી ટેન્શન વધી ગયું?

લીન ગંગટે, જે કુકી-જો જનજાતિમાંથી આવે છે, તેણે મણિપુર અને મીતાઈ સમુદાયમાં થઈ રહેલી હિંસા અંગે નિવેદન આપ્યું હતું. ગંગટેએ કહ્યું, '4 મેના રોજ એક ટોળાએ મારા ઘર પર હુમલો કર્યો અને મારા પિતાને મારવાનો પ્રયાસ કર્યો. તેમની ઉંમર 80 વર્ષની છે. તેઓએ અમારા ઘરને લૂંટી લીધું અને આગ લગાવી દીધી. મારા મોટા ભાઈ અને તેના પરિવારને ઘરેથી ભાગવું પડ્યું. મણિપુર 3 મેથી સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં 120 થી વધુ લોકોના મોત થયા છે. 7000 થી વધુ ઘરો લૂંટી લેવાયા છે અને સળગાવી દેવામાં આવ્યા છે.

Advertisement

ગંગટેએ વધુમાં કહ્યું કે, 'ખીણમાં સેંકડો ચર્ચ સળગાવી દેવામાં આવ્યા છે

ગંગટેએ વધુમાં કહ્યું કે, 'ખીણમાં સેંકડો ચર્ચ સળગાવી દેવામાં આવ્યા છે અને 200 ગામો નાશ પામ્યા છે. પ્રશાસને હિંસા રોકવા કંઈ કર્યું નથી. ઊલટું મણિપુર પોલીસે તોફાનીઓને પ્રોત્સાહન આપ્યું. અમને ઇમ્ફાલ ખીણમાંથી નિર્દયતાથી હાંકી કાઢવામાં આવ્યા , તેથી અમે તેને આદિવાસી નરસંહાર માનીએ છીએ. તેઓએ એમ્બ્યુલન્સમાં સાત વર્ષના બાળક, તેની માતા અને એક સંબંધીને જીવતા સળગાવી દીધા. અને પછી અમને શાંતિ અને સામાન્યતા વિશે વાત કરવાનું કહેવામાં આવે છે.  NAMTA નેતાએ કહ્યું, 'જ્યારે ભારતમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં હતા. તે અમેરિકા, ફ્રાન્સ, ઇજિપ્ત ગયા, પરંતુ જ્યાં તેમની સૌથી વધુ જરૂર હતી ત્યાં ગયા નહીં. ગંગટેએ વધુમાં કહ્યું,'ભારતમાં કોઈ લઘુમતી સુરક્ષિત નથી.પછી તે મુસ્લિમ હોય શીખ હોય કે ખ્રિસ્તી હોય.અમે ભારતમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરીએ છીએ. અમે કેનેડાને તમામ શક્ય સહાય પૂરી પાડવા વિનંતી કરીએ છીએ.

ભારતીય ગુપ્તચર એજન્સીઓ NAMTAની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે

ભારતીય ગુપ્તચર એજન્સીઓ NAMTAની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ ઉપરાંત કુકી-જો જૂથના કથિત ખાલિસ્તાની સંબંધો પર પણ નજર રાખવામાં આવી રહી છે. લીન ગંગટેના ભાષણ પછી, NAMTA સભ્યો અને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના સમર્થકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મણિપુર સરકારે પણ NAMTAની સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

શરૂઆતમાં આ વિડિયોને બહુ ધ્યાન નહોતું મળ્યું,

મણિપુરના ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે NAMTAનો વીડિયો જોયો છે. આ ખૂબ જ ચિંતાજનક છે, પરંતુ અમને વિશ્વાસ છે કે મણિપુરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમારી ગુપ્તચર એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. અમે હાલમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. શરૂઆતમાં આ વિડિયોને બહુ ધ્યાન નહોતું મળ્યું, પરંતુ નિજ્જરના મામલાને લઈને ઉભા થયેલા વિવાદને કારણે મણીપુર હિંસાના ખાલિસ્તાન કનેક્શનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.