Kawad Yatra Viral Video: કળયુગમાં પુત્ર અને પુત્રવધૂ વૃદ્ધ માતાને કાવડ યાત્રા કરાવવા નીકળ્યા
Kawad Yatra Viral Video: શ્રવણ કુમારને પોતાના માતા-પિતા પ્રત્યે રહેલા અમૂલ્ય અને નિસ્વાર્થ પ્રેમને કારણે તેને આજે પણ યાદ કરવામાં આવે છે. તો અનેક સ્થળો પર શ્રવણ કુમારની પૂજા પણ કરવામાં આવે છે. કારણ કે.... શ્રવણ કુમારે પોતાના માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી. તેથી તેને આજે પણ યાદ અને પૂજા કરવામાં આવે છે. તો આજના કળયુગમાં આવા શ્રવણ પુત્ર હોવા ના બરાબર છે. પરંતુ તાજેતરમાં શ્રવણ કુમાર જેવો એક પુત્રનો વીડિયો સામે આવ્યો છે.
માતાની તીર્થ યાત્રા કરવાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરશે
કાવડમાં બેસીને કાવડ યાત્રા પૂર્ણ કરાવે છે
માતા-પિતાને ખભા પર લઈને હરિદ્વાર જવા નીકળ્યા
ત્યારે મધ્ય પ્રદેશના બુલંદશહેરમાં પહાસૂના રહેવાસી રાજકુમાર અને તેમની પત્ની લક્ષ્મીએ વૃદ્ધ માતાને કાવડમાં બેસાડીને તીર્થ યાત્રા કરાવી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે, રાજકુમારની માતા સરોજ દેવી ચાલી શકતા નથી. ત્યારે રાજકુમાર અને તેની પત્ની લક્ષ્મીએ નક્કી કર્યું કે, તેઓ માતા સરોજ દેવીને કાવડમાં બેસાડીને તેમની તીર્થ યાત્રા કરવાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરશે.
कलयुग का श्रवण कुमार
बुलंदशहर: बेटे और बहू ने वृद्ध माँ को कंधे पर रखकर कराई कांवड़ यात्रा।
वायरल वीडियो देख लोग बोल उठे कलयुग का श्रवण कुमार और सीता माता जैसी बहु पाने वाली माँ धन्य है। #kavadYatra2024 pic.twitter.com/DMZnVSblDx
— Avinash Tiwari (@TaviJournalist) July 23, 2024
કાવડમાં બેસીને કાવડ યાત્રા પૂર્ણ કરાવે છે
બંનેએ તેમની માતા સાથે છોટી કાશી અનુપશહેર ગંગા નદીમાંથી પાણી એકઠું કર્યું અને 65 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તે ભગવાન શિવને અર્પણ કરશે. જે કોઈ પતિ-પત્નીને રસ્તામાં માતાને સાથે લઈ જતા જુએ છે, તે વખાણ કર્યા વિના રહી શકતા નથી. તો લોકો સરોજ દેવીના વખાણ કરી રહ્યા છે કે તેમને એવા પુત્રો મળ્યા છે. જેઓ કાવડમાં બેસીને કાવડ યાત્રા પૂર્ણ કરાવે છે.
માતા-પિતાને ખભા પર લઈને હરિદ્વાર જવા નીકળ્યા
જોકે રાજકુમાર એકલા નથી, હરિયાણામાંથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. હરિયાણાના ભિવાની ગામના ત્રણ ભાઈઓ તેમના માતા-પિતાને ખભા પર લઈને પાણી લેવા હરિદ્વાર જવા નીકળ્યા છે. ત્રણેય ભાઈઓ એક સાથે તેમના માતા-પિતાને કાવડ યાત્રાએ લઈ જઈ રહ્યા છે. મોટા ભાઈ અશોકનું કહેવું છે કે ભોલે બાબાની ઈચ્છા પ્રમાણે તે પોતાના માતા-પિતાને કાવડના રૂપમાં પોતાના ખભા પર લઈને યાત્રા કરાવે છે.
આ પણ વાંચો: Accident : ગાયને બચાવવા જતા બે બસો વચ્ચે થયો અકસ્માત, બે લોકોના મોત, 8 થી વધુ ઘાયલ...