Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar : મેઘરાજાનો તાંડવ! સોગઠી ડેમમાં પડ્યું મોટું ગાબડું, Gujarat First પણ પહોંચ્યું ડેમ

જામનગરમાં (Jamnagar) મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો છે. ભારે વરસાદનાં કારણે જિલ્લાનાં વિવિધ ગામોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જતાં લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલ સોગઠી ડેમ (Soghathi Dam) ઓવરફ્લો થતાં...
jamnagar   મેઘરાજાનો તાંડવ  સોગઠી ડેમમાં પડ્યું મોટું ગાબડું  gujarat first પણ પહોંચ્યું ડેમ

જામનગરમાં (Jamnagar) મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો છે. ભારે વરસાદનાં કારણે જિલ્લાનાં વિવિધ ગામોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જતાં લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલ સોગઠી ડેમ (Soghathi Dam) ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. બીજી તરફ ભારે વરસાદનાં પગલે સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે, જેને લઈ તંત્રે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે, ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ સોગઠી ડેમ પહોંચી હતી અને સ્થિતિની માહિતી મેળવી હતી.

Advertisement

ઉપરવાસથી પાણીનો પ્રવાહ વધતા ડેમમાં ગાબડું પડ્યું

ઉપરવાસથી પાણીનો પ્રવાહ વધતા ડેમમાં ગાબડું પડ્યું

જામનગરમાં (Jamnagar) ભારે વરસાદને પગલે નદી, તળાવ છલકાયાં છે. ત્યારે જિલ્લાનું સોગઠી ડેમ પણ ઓવરફ્લો થયો છે. જો કે, ઉપરવાસથી પાણીનો પ્રવાહ વધતા ડેમમાં ગાબડું (Gap in Soghathi Dam) પડ્યું છે. આથી, ધસમસતા પાણીનાં પ્રવાહને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ પણ સોગઠી ડેમ પહોંચી હતી અને માહિતી મેળવી હતી. ડેમમાં (Soghathi Dam) ગાબડું પડતા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઓવરફ્લોનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે. માહિતી મુજબ, ધારાસભ્ય હેમંત ખવાએ (MLA Hemant Khawa) પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઓવરફ્લો બંધ થયા બાદ યુદ્ધનાં ધોરણે ગાબડાંના સમારકામની કામગીરી કરાશે.

Advertisement

ડેમનો ઓવરફ્લો ઓછો થતા ગાબડું બુરવા કામગીરી શરૂ કરાશે.

ડેમના પાણીને કેનાલ મારફતે છોડવવાનું કામ ચાલુ

સિંચાઈ વિભાગનાં અધિકારીએ ગુજરાત ફર્સ્ટને માહિતી આપતા જણાવ્યું કે, ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાણીને કેનાલ મારફતે છોડવવાનું કામ ચાલી રહ્યું છે. ડેમ ખાલી થયા બાદ ગાબડાંના રિપેરિંગની કામગીરી શરૂ કરાશે. આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ડેમને 4 ફૂટ ગાબડાં સુધી ખાલી કરવામાં આવશે, જેથી ડેમનો ઓવરફ્લો ઓછો થાય અને ગાબડું બુરવા કામગીરી શરૂ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી! જાણો કયાં કેટલો વરસાદ, CM નું હવાઇ નિરીક્ષણ

આ પણ વાંચો - Gujarat માં છેલ્લા 22 કલાકમાં 161 તાલુકામાં વરસાદ ખાબક્યો, કેટલાય ડેમ થયો ઓવરફ્લો

આ પણ વાંચો - Gir Somnath : ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો! NH પર 2 માસ પૂર્વે શરૂ થયેલો કરોડોનો નવો બ્રિજ બેસી ગયો

Tags :
Advertisement

.