Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

North Korea Sends Balloons: કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને અનોખા ફુગ્ગાઓની ભેટ આપી

North Korea Sends Balloons: ઉત્તર કોરિયા (North Korea) મિસાઈલ (Missile) ના પરિક્ષણને લઈ અવાર-નવાર ચર્ચામાં જોવા મળતું હોય છે. ત્યારે આ વખતે ઉત્તર કોરિયા (North Korea) એ એવું કાર્ય કર્યું છે કે, દરેક દેશ વિચારમાં પડી ગયા છે. ઉત્તર કોરિયા...
north korea sends balloons  કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને અનોખા ફુગ્ગાઓની ભેટ આપી

North Korea Sends Balloons: ઉત્તર કોરિયા (North Korea) મિસાઈલ (Missile) ના પરિક્ષણને લઈ અવાર-નવાર ચર્ચામાં જોવા મળતું હોય છે. ત્યારે આ વખતે ઉત્તર કોરિયા (North Korea) એ એવું કાર્ય કર્યું છે કે, દરેક દેશ વિચારમાં પડી ગયા છે. ઉત્તર કોરિયા (North Korea) એ દક્ષિણ કોરિયા (South Korea) ને હેરાન કરવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. ઉત્તર કોરિયા (North Korea) એ દક્ષિણ કોરિયા (South Korea) માં અસહ્ય કચરાથી ભરેલા Balloons નાખ્યા હતા.

Advertisement

  • Balloons દક્ષિણ કોરિયાના 8 ક્ષેત્રોમાં નાખવામાં આવ્યા

  • અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

  • રિપબ્લિક ઑફ કોરિયાએ દક્ષિણ કોરિયાનું સત્તાવાર નામ

આ પ્રકારના Balloons દક્ષિણ કોરિયા (South Korea) ના 8 ક્ષેત્રોમાં નાખવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ Balloons ની સંખ્યા 260 સામે આવી છે. આ Balloons દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ અને દક્ષિણ પૂર્વી વિસ્તાર ગ્યેંગસેંગમાં નાખવામાં આવ્યા હતા. આ Balloons માં મોટાભાગે પ્લાસ્ટિક, રસોડામાંથી નીકળેલો કચરો અને બુટ-ચંપલ જોવા મળ્યા હતા. જોકે હાલમાં, South Korea ની સેના આ Balloons ની ચકાસણી કરી રહી છે.

આ પણ વાંચો: Air turbulence Research: જાણો… શું છે વિમાનમાં થતું એર ટર્બ્યુલન્સ અને કેવી રીતે થાય છે?

Advertisement

અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

ત્યારે South Korea ની સેનાએ જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાનું આ પ્રકારનું વર્તન એક આંતરરાષ્ટ્રીય નિયમનું ઉલ્લંઘન દર્શાવે છે. આ South Korea ના નાગરિકો માટે ખતરો સાબિત થઈ શકે છે. South Korea એ North Korea ને આ પ્રકારની અમાનવીય હરકતોને બંધ કરવાનું કહ્યું છે. તે ઉપરાંત આ ઘટનાના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે South Korea ના જાહેર સ્થળો પર Balloons પડી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Carrion Crow Report: કૈરિયન પ્રજાતિના કાગડાઓ માણસની જેમ 3 સુધી આંકડાનું ઉચ્ચારણ કરી શકે છે

રિપબ્લિક ઑફ કોરિયાએ દક્ષિણ કોરિયાનું સત્તાવાર નામ

જોકે 1950 પછી South Korea અને North Korea એ પોતાના પ્રચાર માટે Balloonsનો ઉપયોગ કર્યો હતો. તો ઉત્તર કોરિયાના ઉપ રક્ષા મંત્રી કિમ કાંગ ઇલે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'ટૂંક સમયમાં જ સરહદી વિસ્તાર અને Republic of Korea (દક્ષિણ કોરિયા) ના આંતરિક ભાગોમાં કચરાના કાગળ અને ગંદકીના ઢગલા જોવા મળશે. Republic of Korea એ South Korea નું સત્તાવાર નામ છે. જ્યારે ઉત્તરને DPRK અથવા Democratic People's Republic of Korea કહેવામાં આવે છે.

આ પણ વાંચો: Asian water buffalo: કાર અને ઘોડા પર નહીં પણ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે આ દેશની પોલીસ

Tags :
Advertisement

.