Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kim Jong : અમેરિકા હોય કે દ.કોરિયા, ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો, કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ

Kim Jong : દક્ષિણ કોરિયાના (South Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉને (Kim Jong) તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. ત્યારે કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય...
kim jong   અમેરિકા હોય કે દ કોરિયા  ઉશ્કેરે તો ખાત્મો બોલાવી દો  કિમ જોંગના સૈન્યને આદેશથી ખળભળાટ

Kim Jong : દક્ષિણ કોરિયાના (South Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉને (Kim Jong) તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. ત્યારે કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

Advertisement

જાસૂસી સેટેલાઈટ પણ વધારશે!
ઉત્તર કોરિયામાં (South Korea) સત્તાધારી પાર્ટીની પાંચ દિવસની બેઠકમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે 2024માં વધુ 3 સૈન્ય જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. ગત નવેમ્બરમાં જ ઉ.કોરિયાએ તેમના પ્રથમ સૈન્ય જાસૂસી સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું.

Advertisement

કિમ જોંગની મોટી ધમકી

કિમ જોંગ ( Kim Jong)ઉને ઉ.કોરિયાઈ (South Korea) સૈન્યના કમાન્ડિંગ ઓફિસર સાથે બેઠક યોજી હતી. જેમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓ મજબૂત કરવામાં આવે. આપણા સૈન્યએ તમામ જરૂર પગલાં ભરીને આપણી વિરુદ્ધ કાર્યવાહી કરનારા દેશોને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવે અને આવું કરતાં આપણા સૈન્યએ જરાય ખચકાવાની જરૂર નથી.

Advertisement

ઉત્તર કોરિયા પાસે લગભગ 100 પરમાણુ બોમ્બ હોવાની શંકા છે

તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયા (South Korea) ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong) પોતાની સેનાને મજબૂત કરવા માટે ચીન અને રશિયા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારોનો ભંડાર વધારવામાં પણ વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયા પાસે 20-30 પરમાણુ બોમ્બથી લઈને 100થી વધુ બોમ્બ હોઈ શકે છે. જો કે, ઘણા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયા હજુ પણ કેટલાક તકનીકી પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તે આંતર-મહાદ્વીપીય મિસાઇલો બનાવવામાં સફળ રહ્યું નથી. જો કે તેની ટૂંકા અંતરની પરમાણુ મિસાઇલો જાપાન અને દક્ષિણ કોરિયાને નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો -JAPAN : નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં 7.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

Tags :
Advertisement

.