Israel Defense Forces: કોઈપણ હુમલાને અસફળ બનાવે છે ઈઝરાયેલ હવાઈ સુરક્ષા, જાણો કેવી રીત
Israel Defense Forces: મધ્ય પૂર્વના બે દેશો વચ્ચે થયેલા સંઘર્ષને કારણે વિશ્વમાં વિશ્વ યુદ્ધ 3 ના સંભાવનાઓ વધી રહી છે. કારણ કે... 13 એપ્રિલની રાત્રે ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે 100 જેટલા હવાઈ હુમલા ઈઝરાયલ પર કર્યા હતા. જોકે ઈઝરાયેલ તેની ડિફેન્સ સિસ્ટમ અને અમેરિકાની મદદથી હુમલાને અસફળ બનાવ્યો હતો. પરંતુ ઈરાન સહિત વિશ્વના તમામ દેશ મંત્રમુગ્ધ થઈને વિચારે છે કે, આ વિનાશકારી હુમલાને કેવી રીતે ઈઝરાયેલે માત આપી હતી.
હમાસ, ઈરાન અને હિઝબુલ્લાહ જેવા દુશ્મનો દ્વારા છોડવામાં આવેતા રોકેટ, ડ્રોન અને મિસાઈલને માત આપવા માટે ઈઝરાયેલે એક ખાસ હવાઈ સંરક્ષણ સુવિધાનું નિર્માણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે, ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ સુવિધા વિશ્વમાં સૌથી વિકસિત સુવિધા છે. ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ સુવિધામાં 3 મિસાઈલ ઈન્ટરસેપ્ટર ખાસ ભૂમિકા ભજવે છે.
This is what a 99% interception rate looks like. Operational footage from the Aerial Defense System protecting the Israeli airspace: pic.twitter.com/eAwcUPUDw2
— Israel Defense Forces (@IDF) April 14, 2024
- Iron Dome System
- David Sling
- Air 2 Ans 3
Israelis’ reality in the last hours: pic.twitter.com/VXeHM8WqJi
— Israel Defense Forces (@IDF) April 14, 2024
Iron Dome System
ઈઝરાયેલ 2011 થી આયર્ન ડોમ રોકેટનો ઉપયોગ કરી રહ્યું છે. તે જમીનથી હવામાં હુમલો કરે છે. તે દુશ્મન તરફથી આવતા રોકેટ, શેલ અને એરક્રાફ્ટને શોધી કાઢે છે અને હવામાં જ તેનો નાશ કરે છે. તેનો ઉપયોગ રડાર શોધ માટે થાય છે.
David Sling
Iron Dome System ની જેમ ડેવિડની સ્લિંગ પણ છે. તેનો ઉપયોગ વર્ષ 2017 થી થઈ રહ્યો છે. તે મધ્યમ રેન્જની મિસાઈલોને નિશાન બનાવે છે. તે ડ્રોન, મિસાઈલ અને શેલને શોધીને તેનો નાશ કરવામાં પણ સક્ષમ છે. તે અંદાજે 25 થી 186 માઈલની રેન્જમાં ફાયરિંગ કરવામાં સક્ષમ છે.
This is how the Israel Iron Dome defense system works. pic.twitter.com/mJm8zoEVui
— JOE 𝕏 (@gani_jonathan) April 13, 2024
Air 2
Air 2 વર્ષ 2000 માં તૈનાત કરવામાં આવ્યું હતું. તે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલોને નિશાન બનાવે છે. તેને હેટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે, જેનું વજન આશરે 1300 કિગ્રા છે. તેની કિંમત લગભગ 3 મિલિયન ડોલર છે. તે ઇઝરાયેલની એરસ્પેસથી લગભગ 200 કિલોમીટરના અંતરે મિસાઇલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગયા વર્ષે ઇઝરાયેલે હુતી દ્વારા છોડવામાં આવેલી મિસાઇલને નષ્ટ કરવા માટે આ જ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. Air 2 પ્રમાણભૂત ઇન્ટરસેપ્ટર્સનો ઉપયોગ કરે છે.
Air 3
ઈઝરાયેલ 2017 થી તેનો ઉપયોગ કરી રહ્યું છે. આ એવી ડિફેન્સ સિસ્ટમ છે જે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોને નિશાન બનાવે છે. એવો દાવો કરવામાં આવે છે કે એરો 3 ની ઝડપ ખૂબ જ ઝડપી છે અને તે અંતરિક્ષમાં ઉડતી મિસાઇલોને પણ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: Iran Israel War : ઈરાનમાં ફસાયેલા 17 ભારતીયોને દેશ પરત લાવવા ભારતે ભર્યું આ પગલું!