Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Giorgia Meloni: ભારતીય વ્યક્તિની મોત પર Giorgia Meloni સંસદમાં થઈ ભાવૂક

PM Giorgia Meloni: તાજેતરમાં Italy ની સંસદમાં Italy ની વડાપ્રધાન Giorgia Meloni એ એક ભારતીયની મોત પર ભાવૂક થતી જોવા મળી હતી. તેમણે ભાવૂક અવાજે મૃતક ભારતીયનું નામ લેતાની સાથે એવું એક નિવેદન આપ્યું હતું કે, આ નિવેદન બાદ સંસદમાં...
pm giorgia meloni  ભારતીય વ્યક્તિની મોત પર giorgia meloni સંસદમાં થઈ ભાવૂક

PM Giorgia Meloni: તાજેતરમાં Italy ની સંસદમાં Italy ની વડાપ્રધાન Giorgia Meloni એ એક ભારતીયની મોત પર ભાવૂક થતી જોવા મળી હતી. તેમણે ભાવૂક અવાજે મૃતક ભારતીયનું નામ લેતાની સાથે એવું એક નિવેદન આપ્યું હતું કે, આ નિવેદન બાદ સંસદમાં હાજર તમામ લોકો પોતાના સ્થાને ઉભા થઈ ગયા હતાં. અને દરેક વ્યક્તિઓ વડાપ્રધાન Giorgia Meloni ને તાળીઓના ગળગળાટથી વધાવ્યા હતાં. જોકે વડાપ્રધાન Giorgia Meloni એ Italy ની સંસદમાં જે નિવેદન આપ્યું હતું, જેના પરથી વિશ્વના અન્ય દેશ પણ શીખ મેળવી શકે છે.

Advertisement

  • Satnam Singh નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

  • ખેતરના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી

  • પરિવારને આર્થિક મદદ આપવાની પણ રજૂઆત કરી છે

જોકે પંજાબના ભઢિંડામાં રહેતો એક વ્યક્તિ જેનું નામ Satnam Singh છે, તે Italy ને એક ફાર્મ સેક્ટર કેંપનીમાં કામ કરતો હતો. તો ગત 17 જૂનના રોજ ખેતરમાં કામ કરતા સમયે એક મશીનમાં હાથ આવવાથી, તેનો હાથ કપાઈ ગયો હતો. તો હાથ કપાવવાને કારણે તેના માલિકી તેને હોસ્પિટલે લઈ જવાને બદલે રસ્તા પર એકલો છોડી દીધો હતો. ત્યારે ખેતરમાં હાજર અન્ય લોકોએ આ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો.

ખેતરના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી

Advertisement

પરંતુ Satnam Singh નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે Italy માં રહેતા ભારતી મૂળના વ્યક્તિઓ વિરોધ જાહેર કરતા જોવા મળ્યા હતાં. તો Italy ની સરકાર પાસે ખેતરના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી. તો Satnam Singh ના ભાઈ અમૃતપાલ સિંહે કહ્યું હતું કે, જો મારા ભાઈ યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડવામાં આવત તો, તેની જીવ બચી શકે તેમ હતો. ત્યારબાદ ભારતની સરકારે પણ આ અંગે Italy ની સરકારને રજૂઆત કરી હતી.

પરિવારને આર્થિક મદદ આપવાની પણ રજૂઆત કરી છે

ત્યારે આજરોજ Italy ની સંસદમાં વડાપ્રધાન Giorgia Meloniએ સંસદામાં એક નિવેદન આપ્યું હતું. તે ઉપરાંત તેમણે સંસદમાં મૃતક ભારતીયને શ્રદ્ધાંજલી પણ આપી હતી. અને આરોપીઓ કડક સજા ફટકારવાની રજૂઆત કરી હતી. Italy ની વડાપ્રધાન Giorgia Meloniએ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. આ સમયે વડાપ્રધાન Giorgia Meloni ભાવૂક થઈ ઉઠી હતી. તે ઉપરાંત Satnam Singh ના પરિવારને આર્થિક મદદ આપવાની પણ રજૂઆત કરી છે.

Advertisement

આ પણ વાંચો: Extra 330LX Aircraft: હજારો ફૂટની ઊંચાઈએ પાયલોટ સાથે એવું થયું કે તેનો શ્વાસ અટકી ગયો, જુઓ વિડીયો

Tags :
Advertisement

.