Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સતત આંતરિક બાબતોમાં કરતા હતા દખલ' રાજદ્વારીઓ મામલે કેનેડાના નિવેદન પર ભારતનો જવાબ

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાએ ભારત પર મુકેલા આરોપ બાદથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારત સરકારે રાજદ્વારીઓ અંગે કેનેડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને...
 સતત આંતરિક બાબતોમાં કરતા હતા દખલ   રાજદ્વારીઓ મામલે કેનેડાના નિવેદન પર ભારતનો જવાબ

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાએ ભારત પર મુકેલા આરોપ બાદથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, ભારત સરકારે રાજદ્વારીઓ અંગે કેનેડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે 19 ઓક્ટોબર (ગુરુવારે) રાજદ્વારીઓ અંગે કેનેડા સરકાર દ્વારા આપવામાં આવેલ નિવેદન જોયું. ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વધુ છે. તેઓ સતત આપણી આંતરિક બાબતોમાં દખલ કરતા હતા

Advertisement

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી અને ઓટાવામાં પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતાની ખાતરી આપવામાં આવે છે. અમે છેલ્લા મહિનાથી કેનેડિયન પક્ષ સાથે આ વિશે વાત કરી રહ્યા છીએ. આ સમાનતાને લાગુ કરવાની દિશામાં અમારું પગલું યોગ્ય છે, અમે જે કર્યું તે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ છે. તેથી, અમે આને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસને નકારીએ છીએ.

Advertisement

ગુરુવારે કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારોએ ભારત છોડી દીધું છે. તેમણે કહ્યું કે ભારતે કહ્યું હતું કે 21 રાજદ્વારીઓ સિવાય અન્ય તમામની રાજદ્વારી સુરક્ષા 20 ઓક્ટોબર સુધીમાં ખતમ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ  ભારતે આપેલા અલ્ટીમેટમને પગલે કેનેડાએ તેના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા, કહ્યું અમે બદલો નહીં લઇએ

Advertisement

Tags :
Advertisement

.