ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IAS વિજય નહેરાના પુત્ર આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી

અમદાવાદમાં મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલાં આઈએએસ અધિકારી વિજય નેહરાનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે તેમના પુત્રએ હાંસલ કરેલી સિદ્ધિુને કારણે લોકો તેના પિતાને પણ યાદ કરી રહ્યાં છે. જીહાં, વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાની એશિયન...
03:52 PM Apr 13, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં મ્યૂનિસિપલ કમિશ્નર તરીકે રહી ચૂકેલાં આઈએએસ અધિકારી વિજય નેહરાનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે તેમના પુત્રએ હાંસલ કરેલી સિદ્ધિુને કારણે લોકો તેના પિતાને પણ યાદ કરી રહ્યાં છે. જીહાં, વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવનાર આર્યન હવે સપ્ટેમ્બરમાં ચાઇનામાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ચીનમાં આગામી સપ્ટેમ્બરમાસથી એશિયન ગેમ્સનો પ્રારંભ થશે

ઉલ્લેખનીય છેકે, ચીનમાં આગામી સપ્ટેમ્બરમાસથી એશિયન ગેમ્સનો પ્રારંભ થશે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલાં ખેલાડીઓને મોકો આપવામાં આવશે. જેમાં ગુજરાતના આઈએએસ અધિકારી વિજય નેહરાના પુત્ર આર્યને પણ સ્થાન હાંસિલ કર્યું છે. આર્યન હવે તમને ચાઈના એશિયન ગેમ્સમાં ગુજરાત સહિત દેશનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.

આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા જોડાશે

હવે આર્યન સપ્ટેમ્બર-૨૦૨૩માં ચાઇનાના હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.તદ્દઉપરાંત જુલાઇ-૨૦૨૩માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા સાથે જોડાશે. યુએસએના શિકાગો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં ૮૦૦ ફ્રી સ્ટાઇલને ૮ મિનિટ ૦૩.૧૫ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે

અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે. રાજકોટસહિત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ યાદગાર ફરજ બજાવનાર વિજય નેહરાના સુપુત્ર આર્યન નેહરા અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં પણ તાલિમ લઇ ચુક્યા છે તેમજ રાજકોટ ખાતે યોજાયેલી અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું હીર ઝળકાવી ચુક્યા છે. અલબત્ત હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય બતાવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી થતા ગુજરાત ભરમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

આપણ  વાંચો - પડ્યા પર પાટું, RR સામે મળી હાર અને હવે CSK નો આ ઓલરાઉન્ડર ખેલાડી થયો ટીમથી બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
Aryan NehraAsian GamesGujarat NewsIas OfficerVijay Nehra
Next Article