કેનેડાના PM પુરાવા વગર આ પ્રકારના આરોપ કેવી રીતે લગાવી શકે ! કેનેડાના જ જાણીતા પત્રકારે ટ્રુડો સામે ઉઠાવ્યા સવાલ
કેનેડાના જાણીતા પત્રકાર ટેરી મિલેવસ્કીએ પોતાના જ દેશની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેનેડામાં ઉગ્રવાદીની પ્રશંસા કરવી 'સામાન્ય' છે. ખાસ વાત એ છે કે તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો...
10:00 AM Sep 21, 2023 IST
|
Vishal Dave
કેનેડાના જાણીતા પત્રકાર ટેરી મિલેવસ્કીએ પોતાના જ દેશની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેનેડામાં ઉગ્રવાદીની પ્રશંસા કરવી 'સામાન્ય' છે. ખાસ વાત એ છે કે તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સરકાર સાથે જોડી રહ્યા છે.
કેનેડાની સંસદમાં ટ્રુડોએ આશંકા વ્યક્ત કરી હતી કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે આ આરોપો અંગે તપાસ કરવામાં આવી રહી છે. નિવેદન જાહેર થયા પછી તુરંત ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને ટ્રુડોના આરોપોને સદંતર ફગાવી દેવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ટ્રુડોએ નિજ્જરને 'કેનેડિયન નાગરિક' ગણાવ્યા હતા.
ટેરીએ કહ્યું કે સૌથી મોટો મુદ્દો એ છે કે ટ્રુડોના નિવેદનમાં પુરાવાનો અભાવ છે. પત્રકારે સવાલો ઉઠાવ્યા છે કે કેનેડાના પીએમ પુરાવા વગર આ પ્રકારના આરોપ કેવી રીતે લગાવી શકે. તેમણે કહ્યું કે કેનેડિયન પોલીસે નિજ્જરની હત્યાના સંબંધમાં હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી, તેમજ ગોળી મારનારાઓની હજુ સુધી ઓળખ થઈ નથી.
નિજ્જરની જૂનમાં સેરી સ્થિત ગુરુદ્વારા પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તે સતત ભારત વિરોધી ગતિવિધિઓમાં ભાગ લેતો હતો. અહેવાલ છે કે નિજ્જર 1996માં નકલી પાસપોર્ટ દ્વારા કેનેડા પહોંચ્યો હતો.
જ્યારે ટેરીને આ આરોપો પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ' ટ્રુડો ચૂંટણીમાં પાછળ રહી ગયા છે. જો આવતીકાલે ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ જીતશે. તેમણે કહ્યું એર ઇન્ડિયામાં બોંબમારો કરનારનું અહીંના ગુરુદ્વારામાં મહિમામંડન કરવુ સામાન્ય વાત છે. ટેરી 2020માં Khalistan: A project of Pakistan લખી ચૂક્યા છે.
Next Article