પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્ત્વની ખબર! Hasmukh Patel એ આપી અપડેટ
પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા અને તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મોટી અપડેટ છે. સુરતની (Surat) મુલાકાત દરમિયાન ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) એક ખાનગી સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોલીસ ભરતીની શારિરીક અને લેખિત કસોટી અંગે વાત કરી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ ભરતી (Police Recruitment) માટે શારિરીક કસોટી ચોસામા બાદ થશે. ત્યાર બાદ લેખિત પરીક્ષાનું પણ ત્વરિત આયોજન કરાશે.
ચોમાસા બાદ ત્વરિત પરીક્ષાનું આયોજન
જણાવી દઈએ કે, ગઈકાલે સુરતની (Surat) મુલાકાત દરમિયાન ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) એક ખાનગી ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેમણે પોલીસ ભરતીની શારિરીક અને લેખિત કસોટી અંગે મહત્ત્વની અપડેટ આપી હતી. તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં 12000 લોકરક્ષક (Constables Recruitment) અને 500 PSI ની ભરતી માટે શારિરીક પરીક્ષાનું આયોજન ચોમાસા બાદ ત્વરિત કરાશે અને ત્યાર બાદ લેખિત પરીક્ષા (Witten Test) યોજાશે. આ સાથે ભરતીની જાહેરાત આપી ફ્રોડ કરતા ઇસમોથી સાવચેત રહેવા પણ હસમુખ પટેલે ઉમેદવારોને સૂચન કર્યું હતું.
નવા નિયમો સાથે ભરતી પરીક્ષા યોજાઈ શકે
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) હોવાથી આચારસંહિતા લાગૂ થઈ હતી, જેના પછી ઉનાળાની ઋતુ શરૂ થઈ હતી, જેના કારણે 5 કિમીની દોડનું આયોજન કરવું યોગ્ય ન હતું. જો કે, હવે ચોસામાની સિઝન શરૂ થઈ છે. ચોસામાની ઋતુ પૂર્ણ થતા બાદ પોલીસ પદોની ભરતી માટે શારિરીક અને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. એવી પણ માહિતી છે કે આ વર્ષે નવા નિયમો સાથે ભરતી પરીક્ષા યોજાઈ શકે છે. જે મુજબ, ઉમેદવારોના વજનને શારીરિક કસોટીમાં ધ્યાનમાં લેવાશે નહીં, ઉપરાંત, ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ માર્ક્સ આપશે નહીં. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવાર OBJECTIVE MCQ TEST માં ભાગ લઈ શકશે. MCQ Test ને બદલે 200 માર્ક્સનું પેપર લેવાશે.
આ પણ વાંચો - Rajkot : 24 વર્ષ જૂનાં અપહરણ-એન્કાઉન્ટર કેસમાં IPS સુભાષ ત્રિવેદી, એ.કે. શર્માનું લેવાશે નિવદેન
આ પણ વાંચો - Banaskantha : 'વડાપ્રધાન સિનિયર કાર્યકર્તાઓને બંગલો ગિફ્ટ આપશે..!' BJP જિ. પં. પૂર્વ પ્રમુખને આવ્યો ફોન અને પછી..!
આ પણ વાંચો - CHHOTA UDAIPUR : હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ફરાર, ઠેર ઠેર નાકાબંધી કરાઇ