Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હમીરગઢ ગામે સરકારી જમીન નામે કરી વેચી દેવાનું પ્રકરણ, જમીન પર ગામ લોકોનો હક યથાવત રાખવાનો જિલ્લા કલેક્ટરનો હુકમ

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  સાબરકાંઠા જિલ્લાના હમીરગઢ ગામે સરકારી પડતર જમીન નામે કરી વેચી દેવાના પ્રકરણમાં જિલ્લા કલેકટર દ્વારા સરકારી પડતર જમીન પર ગામ લોકોનો હક યથાવત રાખતો હુકમ કરવામાં આવ્યો છે હુકમને લઈ ગામલોકો પણ હવે તંત્ર ના હુકમને...
હમીરગઢ ગામે સરકારી જમીન નામે કરી વેચી દેવાનું પ્રકરણ   જમીન પર ગામ લોકોનો હક યથાવત રાખવાનો જિલ્લા કલેક્ટરનો હુકમ

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

Advertisement

સાબરકાંઠા જિલ્લાના હમીરગઢ ગામે સરકારી પડતર જમીન નામે કરી વેચી દેવાના પ્રકરણમાં જિલ્લા કલેકટર દ્વારા સરકારી પડતર જમીન પર ગામ લોકોનો હક યથાવત રાખતો હુકમ કરવામાં આવ્યો છે હુકમને લઈ ગામલોકો પણ હવે તંત્ર ના હુકમને વધાવી રહ્યા છે અને તંત્ર એ પૂર્વ ધારાસભ્ય સામે કાયદાકીય પગલાં લીધા અને રોકડું પરખાવ્યૂ તેને પણ વધાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે આવેલી સરકારી પડતર જમીન માં કેટલાક લોકોએ પોતાના નામ ચડાવી દીધા હતા અને બાદમાં તે જમીન અન્ય વ્યક્તિઓને વેચી દેવામાં આવી હતી જોકે ગ્રામજનોને સમગ્ર વાતની જાણ થતા ગ્રામજનોએ મામલતદાર સહિત પ્રાંત કલેકટર અને સિવિલ કોર્ટનો સહારો લીધો હતો. જોકે આખરે જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરી જગ્યા ગ્રામજનોના માટે યથાવત રાખવામાં આવી હતી.

Advertisement

આ જમીન પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની પુત્રી અને તેમના કેટલાક મિત્રો અને પરિવારજનોને વેચાણ આપી દીધી હતી

હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે આવેલી 31 હેક્ટર જમીન કેટલા લોકોએ પોતાનું નામ ચડાવી હિંમતનગર તાલુકાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની પુત્રી અને તેમના કેટલાક મિત્રો અને પરિવારજનોને વેચાણ આપી દીધી હતી જોકે સમગ્ર મામલે ગ્રામજનો જાગૃત થઈ અલગ અલગ જગ્યાએ કાયદાકીય લડત સાથે સરકારમાં પણ રજૂઆત કરતા આખરે સરકારી પડતર જમીન ગ્રામજનોને યથાવત રાખવા માટેનો જિલ્લા કલેકટર દ્વારા હુકમ થતા સમગ્ર ગ્રામમાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો.

Advertisement

ગ્રામજનોએ પ્રથમ મામલતદાર બાદમાં પ્રાંત કચેરી અને કલેક્ટર તેમજ સિવિલ કોર્ટનો સહારો લીધો હતો

હમીરગઢ ગામની 31 હેક્ટર જેટલી સરકારી પડતર જમીન નો ખરીદીનો દસ્તાવેજ 26 ફેબ્રુઆરી 2020 ના રોજ થઈ ચૂક્યો હતો જો કે સમગ્ર મામલો ગ્રામજનોને જાણ થતા ગ્રામજનોએ પ્રથમ મામલતદાર બાદમાં પ્રાંત કચેરી અને કલેક્ટર તેમજ સિવિલ કોર્ટનો સહારો લીધો હતો અને આખરે જિલ્લા કલેકટર દ્વારા વેચાણ દસ્તાવેજ રદ કરી અને ગ્રામજનોને આ જગ્યા યથાવત રીતે ભોગવવા માટેનો હુકમ કરતા ગ્રામજનોમાં આનંદનું મોજું ફળ્યું હતું

અમારે ગામ છોડવું પડે એવી પરિસ્થિતિ હતી " ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરી , અમોને સાંભળ્યા બાદ સમસ્ત ગ્રામજનોને ન્યાય મળ્યો છે

હમીરગઢ ગામના સિનિયર સિટીઝન ચીમનભાઈ બેચરભાઈ પટેલે જણાવ્યું હતું કે હમીરગઢ ગામમાં સને 1952 થી ગ્રામજનો અહીં વસવાટ કરી રહ્યા છે અને ત્યારથી ગૌચર નો ભોગવટો ગ્રામજનો ભોગવતા આવ્યા હતા પરંતુ સની 1985 ની અંદર કેટલાક લોકોએ સરકારી દફતરે નોંધ પાડી દીધી હતી અને વેચાણ કરી હતી તેમજ સને 1988 માં નોંધ મંજૂર થયા બાદ ગૌચરની આ જમીન હિંમતનગર તાલુકાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ની પુત્રી અને તેમના કેટલાક મિત્રો અને પરિવાર જનોને વેચાણ આપી દીધી હતી ત્યારબાદ ગ્રામજનો એ પોતાના ઢોરઢાંખર ક્યા રાખવા એ એક મુસીબત થઈ પડી હતી " અમારે ગામ છોડવું પડે એવી પરિસ્થિતિ હતી " ત્યારબાદ અમો ગ્રામજનોએ ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને સરકારી તંત્રએ અમોને સાંભળ્યા બાદ સમસ્ત ગ્રામજનોને ન્યાય મળ્યો છે જે બદલ જિલ્લા કલેકટર સહિત સરકારી તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ.

ગૌચર જમીનમાં પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ચાવડાના મળતીયાઓ અને ભૂમાફિયાઓએ કબ્જો કર્યો હતો

હમીરગઢના વતની નારણભાઈ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા વડવાઓ જ્યારે સ્થાઈ થયા હતા ત્યારે આ ગામનો ગૌચર હતું માથાભારે બરતન અને ગૌચરનો હક મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવેલો હતો ખેતીલાયક જમીન ના હોવા છતાં ખોટો માલિકી હકનો ખેતીલાયક જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગૌચર જમીનમાં પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ચાવડાના મળતીયાઓ અને ભૂમાફિયાઓએ કબ્જો કર્યો હતો ત્યારબાદ ગ્રામજનો મામલતદાર પાસે જતા મારા ઉપર ખૂબ દબાણ છે એવું મામલતદાર એ કહ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ધારાસભ્ય વીડી ઝાલા સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યારબાદ જિલ્લા કલેકટર અને સરકારી તંત્રએ અમારા હિતોનું રક્ષણ કરી ગ્રામજનોની ન્યાય આપ્યો છે

Tags :
Advertisement

.