Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : VMC ની કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ, જાણો કારણ

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA - VMC) ના વિરોધ પક્ષના નેતા અમી રાવત દ્વારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટથી લેવામાં આવેલી પટાવાળાઓની એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી છે. સાથે જ તેની...
vadodara   vmc ની કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ  જાણો કારણ

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA - VMC) ના વિરોધ પક્ષના નેતા અમી રાવત દ્વારા વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટથી લેવામાં આવેલી પટાવાળાઓની એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી છે. સાથે જ તેની પાછળના કારણોનો તેમાં ઉલ્લેખ છે.

Advertisement

એજન્સી દ્વારા શોષણ

વડોદરા પાલિકાના વિરોધ પક્ષના નેતા અમી રાવત દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, પાલિકાની કચેરીમાં અંદાજીત 100 પટાવાળા માસિક ઉચ્ચક વેતનથી મંજુરી આપવામાં આવી હતી. અલ્ટ્રા મોર્ડન એજન્સી પાસેથી 100 પટાવાળા કોન્ટ્રાક્ટથી 8 કલાકના રૂ. 572.70 ના ભાવથી લેવાની મંજૂરી પ્રમાણે એજન્સીએ વડોદરા મહાનગરપાલિકાને 100 પટાવાળા મોકલવાના હતા. પટાવાળાના માધ્યમથી જાણ્યું કે, આ એજન્સી દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે. તે લોકોને પુરે પુરો પગાર આપવામાં આવતો નથી. પીએફ અને ઇએસઆઇ પણ કાપવામાં આવતું નથી.

પીએફ અને ઇએસઆઇ કપાતું નથી

પત્રમાં જણાવ્યા અનુસાર, એક ગણતરી પ્રમાણે એક પટાવાળાને રૂ. 17,181 મળવા પાત્ર છે. તેમાં નિયમ મુજબ પીએફ અને ઈએસઆઇ કારીએ તો અંદાજીત રૂ. 13 - 14 હજાર મળવા પાત્ર થાય છે. પરંતુ પટાવાળાના બેંકમાં માત્ર રૂ. 10 - 11 હજાર જ જમા કરાવવામાં આવે છે. તેમનું પીએફ અને ઇએસઆઇ કપાતું નથી. જેને લઇને તેઓ ઇએસઆઇ હોસ્પિટલનો ઉપયોગ કરીને આરોગ્યલક્ષી સારવાર લઇ શકતા નથી.

Advertisement

ઓડિટ વિભાગ દ્વારા ચકાસણી થઇ નથી

પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર, નિયમીત પણે સમયસર પગાર તે પણ પુરેપુરો જમા થતો નથી. જે ટેન્ડરની શરતોનો ભંગ છે. ટેન્ડરની જોગવાઇ પ્રમાણે પટાવાળા ધો. 10 પાસ હોવા જોઇએ, પરંતુ ધો. 10 પાસ ન હોય તેવાની પણ ભરતી કરવામાં આવી છે. ટેન્ડરમાં જણાવ્યા પ્રમાણે, તા. 10 પહેલા કર્મચારીઓનો પગાર કરી દેવો, પરંતુ ઇજારદાર દ્વારા 20 - 25 તારીખ વચ્ચે પગાર કરવામાં આવે છે. ઇજારદાર દ્વારા પીએફ અને ઇએસઆઇની કપાત કરવામાં આવે છે કે નહી તેનુૂં ઓડિટ વિભાગ દ્વારા ચકાસણી થઇ નથી. જેની ચકાસણી થવી જોઇએ. ઉપરોક્ત રજુઆતમાં તથ્ય જણાતા ઇજારદારને ત્વરિત બ્લેક લિસ્ટ કરવા અમારી માંગણી છે.

આ પણ વાંચો -- VADODARA : ધમકી સાચી પડી, જાહેરમાં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા

Advertisement

Tags :
Advertisement

.